Home Blog Page 929

રાશિ ભવિષ્ય 12/05/2025 થી 18/05/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

‘શૂરવીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, વાતો કરતા નથી’

શનિવારે મોડી રાત્રે, મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પહેલી વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી પરિસ્થિતિ અને પહેલગામ હુમલા પછી સર્જાયેલા તણાવ પર પ્રતિક્રિયા આપી. આ પહેલા બધા તેમના મૌન પર સવાલ ઉઠાવી રહ્યા હતા. હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે અને તણાવ ઓછો થઈ રહ્યો છે. પછી ગઈકાલે રાત્રે બિગ બીએ ફરી એકવાર પોતાના ભૂતપૂર્વ પ્રેમી સાથેની વર્તમાન પરિસ્થિતિ વિશે ટ્વિટ કર્યું. બિગ બીએ પોતાના ટ્વીટમાં રામચરિતમાનસનો પણ ઉલ્લેખ કર્યો છે.

(Photo: IANS)

ઘણી ટીકાઓ બાદ બિગ બી હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિ પર સક્રિય જોવા મળે છે. યુદ્ધવિરામ પછી તેમણે ગઈકાલે મોડી રાત્રે એક ભૂતપૂર્વ પર બીજી પોસ્ટ કરી. બિગ બીએ તેમની પોસ્ટમાં તુલસીદાસ જીના રામચરિતમાનસમાંથી એક પંક્તિ ટાંકીને લખ્યું, ‘સૂર સમર કરની કરહીં, કહી ન જાનવાહી આપ.’ આ વાક્યનો અર્થ સમજાવતા તેમણે લખ્યું, “આ વાક્યનો અર્થ એ છે કે બહાદુરો યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાની બહાદુરી બતાવવા માટે વાર્તાઓ બનાવતા નથી.’ આ વાક્ય તુલસીદાસજીના રામચરિતમાનસના લક્ષ્મણ-પરશુરામ સંવાદમાંથી લેવામાં આવ્યું છે, કે બહાદુરો યુદ્ધમાં પોતાનું બહાદુરી બતાવે છે, તેઓ પોતાના મોઢે પોતાના વખાણ કરતા નથી. યુદ્ધમાં સામે દુશ્મનને જોઈને કાયર લોકો જ પોતાની બહાદુરીની બડાઈ મારે છે. શૂરવીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે’

આગળ તેમની પોસ્ટમાં, બિગ બીએ તેમના પિતા, કવિ હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓનો ઉલ્લેખ કર્યો. આ પોસ્ટ પહેલાં તેમણે શેર કરેલી કવિતા વિશે પણ લખ્યું. તેમણે લખ્યું, “પ્રકાશિત વાક્ય પૂર્ણ છે. જેનો અર્થ એ છે કે યુદ્ધમાં બહાદુરો તેમની બહાદુરી દર્શાવે છે. તેઓ તેમની શૌર્યતા અને બહાદુરીના ગુણગાન ગાતા નથી. તે કાયર છે જે ફક્ત દુશ્મનને જોઈને જ તેમની બહાદુરીના નારા લગાવે છે. શબ્દોએ પહેલા કરતાં પણ વધુ મહાન સત્ય વ્યક્ત કર્યું છે. એક કવિ અને તેમનું દ્રષ્ટિકોણ પહેલા કરતાં પણ મહાન. બાબુજીના આ શબ્દો 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધની આસપાસ લખાયા હતા. અમે જીત્યા અને વિજયી બન્યા, જેના માટે તેમને 1968માં, એટલે કે લગભગ 60 વર્ષ પહેલાં, પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. 60 વર્ષ પહેલાંનું એક દ્રષ્ટિકોણ જે હજુ પણ વર્તમાન પરિસ્થિતિઓમાં શ્વાસ લે છે.” આ પહેલા બિગ બીએ એક તસવીર શેર કરી હતી જેમાં તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની એક કવિતા લખેલી હતી.

પહેલગામ હુમલા પર 20 દિવસ પછી પ્રતિક્રિયા આપવામાં આવી
આના એક દિવસ પહેલા, પહેલગામ હુમલાના 20 દિવસ પછી બિગ બીએ પહેલી વાર આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે પહેલગામમાં બનેલી આખી ઘટના લખી હતી અને તેમના પિતા એટલે કે હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓ ટાંકી હતી. તેમણે ઓપરેશન સિંદૂર માટે દેશના વડા પ્રધાન અને ભારતીય સેનાની પણ પ્રશંસા કરી.

ગુજરાતમાં માવઠાનો કહેર યથાવત્, 19 જિલ્લામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનો પ્રકોપ હજુ પણ ચાલુ છે. રવિવાર, 11 મેના રોજ રાજ્યના 19 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 2.83 ઈંચ નોંધાયો. આ ઉપરાંત, જૂનાગઢ, જામનગર અને અન્ય કેટલાક જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં 1.5થી 2.5 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, રવિવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 72 મી.મી. (2.83 ઈંચ), જૂનાગઢના માળિયા હાટિનામાં 45 મી.મી. (1.77 ઈંચ) અને જામનગરના જામજોધપુરમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો. આ જિલ્લાઓમાં બપોરે 2 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો અને સાંજ સુધીમાં અનેક સ્થળોએ વરસાદની નોંધ થઈ. આ ઉપરાંત, જૂનાગઢના માણાવદર અને અમરેલીના ધારીમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો. જામનગરના લાલપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો, જ્યારે ઉત્તર ગુજરાતના પોશીનામાં 18 મી.મી. અને કચ્છના ભુજમાં 4 મી.મી. વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં 1થી 15 મી.મી.ની વચ્ચે વરસાદ નોંધાયો. આમ, ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર ચાલુ રહ્યો છે, અને 19 જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ઓછાથી મધ્યમ વરસાદ પડ્યો.

અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમી અને ભેજનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થયા છે. શહેરમાં મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયસ અને હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારથી અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે, જ્યારે ગુરુવારથી તાપમાન 41 ડિગ્રીને વટાવી શકે છે. સોમવારે (12 મે) ભેજનું પ્રમાણ વધીને 80 ટકા થવાની શક્યતા છે, જે ગરમીની અસરને વધુ તીવ્ર બનાવશે.

ભારત, પાકિસ્તાન વચ્ચે સીઝફાયર: સેન્સેક્સમાં 2300નો ઉછાળો

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા પછી સપ્તાહના પ્રારંભે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. જેથી  સેન્સેક્સ 2300 પોઇન્ટ  ઊછળી 81,248.20ના સ્તરે પહોંચી ગયો હતો ,જ્યારે  નિફ્ટી પણ 753 પોઇન્ટની વૃદ્ધિ સાથે 24,743ના મથાળે પહોંચ્યો હતો.  બંને સૂચકાંકોમાં તેજી યથાવતે રહી છે, સેન્સેક્સમાં કુલ 2300 અને નિફ્ટી 50માં 700 અંકની તેજી નોંધાઈ છે. તેની પહેલાં GIFT નિફ્ટી પણ લગભગ 500 અંક વધીને 24,575ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ કેપમાં 12.6 લાખ કરોડનો વધારો થયો હતો.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓમાંથી અદાણી પોર્ટ્સ, ઈટર્નલ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવરગ્રીડ અને NTPCના શેરોમાં લાભ જોવા મળ્યો. જોકે સન ફાર્માના શેરમાં પાંચ ટકા કરતા વધુ નીચો પહોંચી ગયો હતો.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડમાં 0.52 ટકાનો વધીને 64.24 ડૉલર પ્રતિ બેરલના ભાવે પહોંચ્યું હતું. શેરબજારના આંકડાઓ અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) શુક્રવારે વેચવાલમાં રહ્યા હતા અને તેમણે કુલ રૂ. 3798.71 કરોડના શેર વેચ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પછી હવે સીઝફાયર પર સંમતિ બની છે.

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેએ DGMO સ્તરની ચર્ચા પછી સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આતંકવાદી ઠેકાણાંઓ પર નિશાન સાધીને હુમલાઓ કર્યા હતા, જેમાં અંદાજે 100 આતંકીઓ માર્યા ગયાની માહિતી છે. ભારતે પાકિસ્તાની સૈન્યના ઠેકાણાઓ પર હુમલો ન કરતાં મોટા યુદ્ધની શક્યતા ટળી ગઈ છે.

એશિયાઈ શેરબજારએશિયાઈ બજારોમાં આજે તેજી જોવા મળી છે. જાપાનનો નિક્કી 0.36% વધ્યો, કોરિયાનો કોસપી 0.67 ટકા ઊચો ગયો અને ઓસ્ટ્રેલિયાનું ASX 200 પણ 0.3 ટકા વધ્યો હતો. તેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલી વેપાર વાતચીત રહી છે, જેના કારણે તણાવમાં થોડી શાંતિની આશા ઊભી થઈ છે.

સુવિચાર – ૧૨ મે ૨૦૨૫

૧૨ મે ૨૦૨૫

પંચાંગ 12/05/2025

પાકિસ્તાન તરફથી થતા ગોળીબાર પર PM મોદીએ સેનાને કડક સૂચના આપી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. બંને દેશો વચ્ચે ત્રણ દિવસ સુધી તણાવ રહ્યો, પરંતુ બાદમાં તેઓ યુદ્ધવિરામ પર સંમત થયા. આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળોને સરહદ પારથી થઈ રહેલા ગોળીબારનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવા સ્પષ્ટ સૂચના આપી હતી અને કહ્યું હતું કે જો ત્યાંથી ગોળીબાર કરવામાં આવશે તો અહીંથી પણ ગોળીબાર કરવામાં આવશે. રવિવારે સૂત્રોએ આ માહિતી આપી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી અને ભારત નિયંત્રણ રેખા (LOC) પારથી પાકિસ્તાન દ્વારા છોડવામાં આવતી દરેક ગોળીનો બોમ્બથી જવાબ આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે બહુ થયું. જો સરહદ પારથી ગોળી ચલાવવામાં આવશે તો અહીંથી પણ ગોળી ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે વાયુસેનાના મથકો પરના હુમલાઓ વળાંક હતા. જો તેઓ ગોળીબાર કરશે તો અમે ગોળીબાર કરીશું અને જો તેઓ હુમલો કરશે તો અમે હુમલો કરીશું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

‘Pok પરત ફર્યા પછી જ વાતચીત થશે’

સૂત્રોએ કાશ્મીર પર ભારતના વલણ વિશે પણ માહિતી આપી અને કહ્યું કે દેશને કોઈની મધ્યસ્થીની જરૂર નથી. કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, હવે ફક્ત એક જ મુદ્દો બાકી છે – પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પરત. આ સિવાય વાત કરવા જેવું કંઈ નથી. જો તેઓ આતંકવાદીઓને સોંપવાની વાત કરે તો આપણે વાત કરી શકીએ છીએ. મારો કોઈ બીજા વિષય પર વાત કરવાનો કોઈ ઈરાદો નથી. અમે કોઈ મધ્યસ્થી કરવા માંગતા નથી.

ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે: ભારતીય વાયુસેના

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટનો અંત લાવવા સંમતિ થયા પછી, ભારતીય વાયુસેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં તેમને સોંપવામાં આવેલા કાર્યો “ચોકસાઇ” અને “વ્યાવસાયિકતા” સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે ઓપરેશન હજુ પણ ચાલુ છે અને હજુ પૂરું થયું નથી.

કરાચી પર હુમલો કરવા માટે ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે તૈયાર હતું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ હવે થોડો ઓછો થયો છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ સમયગાળા દરમિયાન, બંને દેશો ઘણી વખત સામસામે આવ્યા. રવિવારે ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા, ભારતીય નૌકાદળે ખુલાસો કર્યો કે આ સમયગાળા દરમિયાન ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે તૈયાર હતું અને કરાચી સહિત સમુદ્ર અને જમીન પર પસંદગીના લક્ષ્યો પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ હતું. ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાઓની સંયુક્ત મીડિયા બ્રીફિંગ દરમિયાન, વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે, આપણા નૌકાદળ અરબી સમુદ્રમાં નિર્ણાયક સ્થિતિમાં સંપૂર્ણ રીતે તૈનાત છે અને કરાચી સહિત સમુદ્ર અને જમીન પર પસંદગીના લક્ષ્યોને ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.

વાઇસ એડમિરલ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પર આર્મી અને ભારતીય વાયુસેનાના તેમના સમકક્ષો સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ (DGNO) એ જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અરબી સમુદ્રમાં અનેક શસ્ત્રોના ફાયરિંગ દરમિયાન નૌકાદળે સમુદ્રમાં યુક્તિઓ અને પ્રક્રિયાઓનું પરીક્ષણ અને સુધારણા કરી હતી. વરિષ્ઠ નૌકાદળ અધિકારીએ એમ પણ કહ્યું કે નૌકાદળની આગોતરી તૈનાતીને કારણે પાકિસ્તાનને રક્ષણાત્મક સ્થિતિમાં રહેવાની ફરજ પડી, મોટે ભાગે બંદરોની અંદર અથવા દરિયાકાંઠાની ખૂબ નજીક, જેના પર ભારતીય સેના દ્વારા સતત નજર રાખવામાં આવતી હતી. તેમણે કહ્યું, “ભારતીય નૌકાદળે સમગ્ર દરિયાઈ ક્ષેત્રમાં સતર્કતા જાળવી રાખી હતી અને પાકિસ્તાની એકમોના સ્થાનો અને ગતિવિધિઓથી સંપૂર્ણપણે વાકેફ હતા.”

વાઇસ એડમિરલ એએન પ્રમોદે પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાની આક્રમણ સામે ભારતનો પ્રતિભાવ શરૂઆતથી જ માપેલ, પ્રમાણસર, બિન-ઉશ્કેરણીજનક અને જવાબદાર રહ્યો છે. ડીજીએનઓએ જણાવ્યું હતું કે 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ અરબી સમુદ્રમાં કેરિયર બેટલ ગ્રુપ તૈનાત કરવામાં આવ્યું હતું, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. કેરિયર બેટલ ગ્રુપ એ નૌકાદળનો કાફલો છે જેમાં એરક્રાફ્ટ કેરિયર અને તેની સાથેના જહાજોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતે 7 મેના રોજ સવારે આતંકવાદી માળખા પર સચોટ હુમલા કર્યા હતા, ત્યારબાદ પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની કાર્યવાહીનો ભારતીય પક્ષે જોરદાર જવાબ આપ્યો હતો અને હવાઈ મથકો, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો અને રડાર સાઇટ્સ સહિત અનેક મુખ્ય પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

 

વાયુસેનાનું મોટું નિવેદન, ‘ઓપરેશન હજુ પણ ચાલુ’

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેના તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાનું કહેવું છે કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. વાયુસેનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ માહિતી આપી છે.

X પર ઓપરેશન ચાલુ રાખવાની માહિતી આપતાં, ભારતીય વાયુસેનાએ લખ્યું, ‘ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂરમાં તેના સોંપાયેલા કાર્યોને ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ કામગીરી રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરૂપ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. કામગીરી હજુ ચાલુ હોવાથી, યોગ્ય સમયે વિગતવાર માહિતી આપવામાં આવશે. ઉપરાંત ભારતીય વાયુસેનાએ તમામ અટકળો અને અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા અપીલ કરી છે.

ભારતે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ, ત્રણેય સેનાઓએ મળીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થાપિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આના જવાબમાં, ગભરાયેલા પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર કર્યો અને ડ્રોન હુમલો કર્યો. જોકે, ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તમામ પાકિસ્તાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા. આ પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન પર અનેક હુમલા કર્યા, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું.