Home Blog Page 943

મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ સાજિદ મીર કોણ છે? વિદેશ સચિવે તેમના મૃત્યુ અને ફરી જીવિત થવાની વાત કહી

ઓપરેશન સિંદૂર પછી ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને ઓપરેશન વિશે માહિતી આપી. આ દરમિયાન વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે વિશ્વભરમાં પોતાની છાપ ઉભી કરી છે. ત્યાં આતંકવાદીઓ સજાથી સુરક્ષિત રહે છે. સાજિદ મીરને પાકિસ્તાન દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ તે જીવતો મળી આવ્યો હતો. કોણ છે આ સાજિદ મીર?

સાજિદ મીર કોણ છે?

સાજિદ મીરને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. સાજિદ મીર પાકિસ્તાનના લાહોરનો રહેવાસી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ ખતરનાક આતંકવાદી પર 5 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. સાજિદ મીર પોતાનો વેશપલટો કરવામાં નિષ્ણાત છે અને તેથી તેમના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પહેલા સાજિદ મીર લાંબી દાઢી અને લાંબા વાળ રાખતો હતો, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો દેખાવ બદલી નાખ્યો છે. સાજિદ મીર પાકિસ્તાનમાં છુપાયેલો છે.

મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત, સાજિદ મીરનું નામ 2008-2009 દરમિયાન ડેનમાર્કમાં એક અખબાર પર હુમલાનું કાવતરું ઘડવામાં પણ સામે આવ્યું હતું. સાજીદ મીર ઇબ્રાહિમ શાહ ઉર્ફે વાસી ઉર્ફે ખલી ઉર્ફે મોહમ્મદ વસીમ તરીકે પણ ઓળખાય છે. સાજિદ મીર મુંબઈ હુમલાના કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલીનો મુખ્ય હેન્ડલર હતો. મુંબઈ હુમલા દરમિયાન સાજિદ મીર આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં હતો.

પાકિસ્તાને સાજિદ મીરના મૃત્યુની અફવા ફેલાવી હતી

પાકિસ્તાને સાજિદ મીરને બચાવવા માટે એક દુષ્ટ કાવતરું ઘડ્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તે નિષ્ફળ ગયું. વાસ્તવમાં પાકિસ્તાને સમાચાર ફેલાવ્યા હતા કે સાજિદ મીરનું મૃત્યુ થયું છે પરંતુ બાદમાં પાકિસ્તાને સ્વીકાર્યું કે તે જીવિત છે. હકીકતમાં, પાકિસ્તાને દાવો કર્યો હતો કે સાજિદ મીરનું મૃત્યુ થયું છે, પરંતુ થોડા વર્ષો પહેલા, FATFની ગ્રેસ લિસ્ટમાંથી બહાર નીકળવા માટે, પાકિસ્તાને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનું સ્વીકાર્યું હતું અને જે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં સાજિદ મીરનું નામ પણ સામેલ હતું. પાકિસ્તાને કહ્યું કે સાજિદ મીરને આતંકવાદી ભંડોળના દોષી ઠેરવ્યા બાદ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે 15 વર્ષની જેલની સજા ફટકારી છે. આ રીતે પાકિસ્તાન આખી દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું.

ભારત પર હજી પણ હુમલાઓ થવાની શક્યતાઃ ભારતીય સેના  

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ સહિતનાં અનેક આતંકી ઠેકાણાંઓને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. સેનાએ જણાવ્યું હતું કે ભારત પર હજી પણ હુમલાઓ થઈ શકે છે. 

વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે 22 એપ્રિલ 2025ના રોજ લશ્કર અને પાકિસ્તાન સંકળાયેલા આતંકીઓએ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 25 ભારતીય નાગરિકો અને 1 નેપાળી નાગરિકની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પ્રવાસીઓને તેમના પરિવારજનોની સામે માથામાં ગોળી મારી. પરિવારજનોને ડરાવ્યા અને કહિયું કે આ હિંસાની જાણકારી વિશ્વમાં ફેલાવવી જોઈએ.

વિદેશ સચિવે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી વિકાસ પામતો પ્રવાસન ઉદ્યોગ પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનોને ગમતો ન હતો અને આ હુમલો આ ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો. “રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)” નામના જૂથે આ હુમલાની જવાબદારી લીધી હતી, જે લશ્કર-એ-તૈયબાથી સંકળાયેલું છે. મિસ્રીએ જણાવ્યું હતું કે 25 એપ્રિલે TRFનું નામ મિડિયા રિપોર્ટમાંથી કાઢવા માટે પાકિસ્તાનના દબાણને નજરઅંદાજ ના કરવું જોઈએ. પહેલગામ આતંકવાદી હુમલાથી પાકિસ્તાન અને આતંકવાદીઓ વચ્ચેના સંબંધોનો પર્દાફાશ થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે આ હુમલો અત્યંત ક્રૂર હતો, જેમાં પીડિતોને ખૂબ નજીકથી ગોળી મારીને તેમના પરિવાર સામે હત્યા કરવામાં આવી. આ હુમલો સ્પષ્ટપણે કાશ્મીરની શાંતિ પ્રક્રિયામાં વિઘ્ન લાવવાનો પ્રયાસ હતો. તેમણે કહ્યું હતું કે આ હુમલાના સૂત્રધાર અને કાવતરાખોરોઓને ન્યાયના દાયરામાં લાવવું જરૂરી હતું. એક અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં પાકિસ્તાને આતંકવાદી ઠેકાણાં સામે કોઈ કડક પગલાં લીધાં નથી.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે પહેલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય આપવાનો ઉદ્દેશ લઈને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ નવ આતંકી કેમ્પોને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યાં હતાં.વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ પહેલગામ હુમલાના પીડિતો અને તેમના પરિવારજનો માટે ન્યાય મેળવવાનો નક્કી કરી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં નવ આતંકવાદી કેમ્પ સફળતાપૂર્વક ખતમ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાને વ્યસ્થિત રીતે આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ પત્રકાર પરિષદમાં ખતમ કરાયેલા આતંકવાદી કેમ્પોના વિડિયોઝ પણ દર્શાવ્યા હતા.

કાચી કેરીનું શરબત

ગરમીમાં ઠંડક આપતું સ્વાસ્થ્યપ્રદ પીણું કાચી કેરીનું શરબત મગજને પણ તાજગી આપે તેવું છે!

સામગ્રીઃ

  • કાચી કેરી 1 (તોતાપુરી)
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • ખડી સાકર 2 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 2 ટી.સ્પૂન
  • ફુદીનો 1 કપ

રીતઃ કાચી કેરીને ધોઈને છોલીને સમારી લો. કેરીના ટુકડાને એક વાસણમાં પાણી સાથે બાફવા મૂકો. કેરી બફાઈ જાય એટલે તેમાંથી પાણી નિતારીને મિક્સીમાં તેનો પલ્પ તૈયાર કરી લો.

એ જ વાસણમાં ફુદીનો પીસી લો.

ખડીસાકરના ટુકડાને ખાંડણિયામાં ખાંડીને બારીક પીસી લો.

એક તપેલીમાં કેરીનો પલ્પ, ફુદીનાની પેસ્ટ 1 ટી.સ્પૂન, કાળા મરી પાઉડર, કાળું મીઠું, સ્વાદ મુજબ સાદું મીઠું, ચાટ મસાલો, ખડીસાકરનો પાઉડર તેમજ લીંબુનો રસ ઉમેરીને થોડું પાણી તેમજ થોડા બરફના ટુકડા મેળવીને એક ચમચી વડે હલાવીને મિક્સ કરી લો.

એક કાચના ગ્લાસમાં થોડા બરફના નાના ટુકડા કરીને નાખો. ત્યારબાદ કેરીનો તૈયાર કરેલો રસ તેમાં રેડીને લીંબુની પાતળી સ્લાઈસ અથવા ફુદીનાના પાન વડે ગ્લાસ સજાવીને પીરસો.

અમદાવાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે ભારે પવન સાથે તુટી પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

શહેરના પૂર્વના ઈસનપુર સહિત અનેક વિસ્તારોમાં તેમજ પશ્ચિમના બોપલ, ભાડજ , જગતપુર, ચાંદલોડિયા, ગોતામાં પાણી ભરાઈ ગયા હતા.

 કમોસમી વરસાદથી કેટલાક સ્થળોએ રેલવેના ગરનાળા ભરાયા, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો, તો કેટલાક સ્થળોએ ગટરો ઉભરાતા પાણી રોડ પર ફરી વળ્યા.

 

 

 

   

(પ્રજ્ઞેશ વ્યાસ)

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, 103 તાલુકામાં માવઠું, 19ના મોત

ગુજરાતમાં 6 મે 2025ના રોજ આવેલા કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. 103 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો. આણંદમાં 2.28 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.50 ઈંચ, સાવરકુંડલામાં 2.15 ઈંચ અને 40થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો. અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારથી ધોધમાર વરસાદે રસ્તાઓ પર પાણી ભરાવ્યું અને વાહનવ્યવહારને અસર કરી. હવામાન વિભાગે 7 મે માટે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, વડોદરા, નર્મદા, ડાંગ, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ વરસાદે કૃષિ અને જનજીવન પર ગંભીર અસર કરી. મહુવામાં સાંજે 6થી 8 વચ્ચે 3 ઈંચ વરસાદ પડ્યો, જ્યારે વલસાડમાં વાવાઝોડાએ સરદાર સ્ટેડિયમની છતના પતરાં ઉડાડ્યાં. એક જ દિવસમાં 19 લોકોના મોત થયા, જેમાં ખેડામાં 4, વડોદરામાં 3, અમદાવાદ-અરવલ્લી-દાહોદમાં 2-2 મૃત્યુ નોંધાયા. આ મૃત્યુઓ ઝાડ પડવા, વીજળી પડવા, હોર્ડિંગ અને દીવાલ પડવાને કારણે થયા. વધુમાં, 26 પશુઓના મૃત્યુ થયા, જેમાં પંચમહાલમાં 9 અને મહેસાણામાં 7નો સમાવેશ થાય છે. કૃષિ નિષ્ણાતોના મતે, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદથી કેરીના પાકમાં સોનમાખ અને પાકવામાં સમસ્યા થઈ શકે છે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ, 8 મેના રોજ સાબરકાંઠા, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 9 મેના રોજ બનાસકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ વરસાદે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું, ખાસ કરીને જુવાર, બાજરી અને તલ જેવા ઉનાળુ પાકને. વલસાડમાં આંબાઓ પરથી કેરી ખરી પડી, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું. આ પરિસ્થિતિમાં નાગરિકો અને વહીવટી તંત્ર સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

આ છે ગુજરાતની ઐતિહાસિક ધરોહર

ઉત્તર ગુજરાતના સિધ્ધપુરમાં રાજા સિદ્ધરાજે બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે, પણ એમાં સોલંકી યુગના ગુજરાતની ભવ્યતાના દર્શન થાય છે. પહેલાંના સમયમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે.

અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં આ મંદિર બે મજલાનું અને વિશાળ હશે. મુખ્ય મંદિરની સામે નંદીમંડપ હોવાનું પણ જણાય છે. મંદિરને ફરતી 11 દેવકુલિકાઓ પૈકી ચાર દેવકુલિકાઓ જુમ્મા મસ્જિદમાં રૂપાંતરિત થઈ ગયેલી છે. પૂર્વની શૃંગારચોકીની બંને બાજુએ અને ઉત્તર તથા દક્ષિણની ચોકીની બાજુએ એક એક કીર્તિતોરણ આવેલું હતું. તેમાંથી ઉત્તરનું તોરણદ્વાર સારી સ્થિતિમાં જળવાઈ રહેલું છે. ગૂઢમંડપના સ્તંભોનું રૂપવિધાન આકર્ષક છે. કુંભીથી માંડીને શીર્ષ સુધી સ્તંભદંડો અષ્ટકોણીય છે. પૂર્વની ચોકી ખંડિત અવસ્થામાં છે. ઉત્તરની ચોકી તેના બે મજલા સાથે કંઈક સારી અવસ્થામાં ઊભી છે તેથી તેના શિલ્પવૈભવનો ખ્યાલ આવે છે. ચોકીની કુંભીના ભાગમાં ગજથર અને નરથર જોવા મળે છે.

ચોકીને ફરતી વેદિકાના કક્ષાસનમાં વિવિધ શિલ્પ છે. બીજા મજલાના આસનપટ્ટ પર વામનસ્તંભ આવેલા છે. મંદિરના પાટ પરનું કોતરકામ ઊંચી કોટિનું છે. ઊર્મિવેલા, ત્રિદલ પુષ્પલતા, દેવ-દેવીના થર વડે તે સુશોભિત છે. ઉત્તરની દિશાએ ઊભું રહેલું કીર્તિ-તોરણ શિલ્પકળાની દૃષ્ટિએ ઘણું સુંદર છે.

ખરેખર આ રુદ્રમહાલય એ ગુજરાતની ઐતિહાસિક ધરોહર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાનના શેરબજારમાં છ ટકાનો કડાકો

કરાચીઃ ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (PoK) વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાં પર કરાયેલી સૈનિક કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ની સીધી અસર પાકિસ્તાનના શેરબજાર પર જોવા મળી છે. કરાચી સ્ટોક એક્સચેન્જનો બેંચમાર્ક ઇન્ડેક્સ KSE-100 એક સમયે છ ટકા સુધી તૂટી ગયો હતો, જે 2021 બાદની સૌથી મોટો ઘટાડો છે.

શેરબજારમાં શું બન્યું?
બજાર ખૂલતાના જ KSE-100 ઇન્ડેક્સ 5.7 ટકા સુધી નીચે આવી ગયો. એપ્રિલ, 2025માં અત્યાર સુધીમાં ઇન્ડેક્સ 6 ટકાથી વધુ ઘટી ચૂક્યો હતો, જે ઓગસ્ટ 2023 પછીનું સૌથી ખરાબ માસિક પ્રદર્શન છે. વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં (YTD) KSE-100માં આશરે 1.1 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે 2024માં આ ઇન્ડેક્સ 86 ટકા વધ્યો ગયો હતો.

રોકાણકારોનો વિશ્વાસ કેમ ડગમગ્યો?
ભારતની આતંકવાદી કાર્યવાહી બાદ સરહદ પર તણાવ અને સંઘર્ષની આશંકાએ સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો હતો. રોકાણકારોને ભય છે કે આ વિવાદ વધુ ઉગ્ર બનશે, જેને કારણે આર્થિક અને રાજકીય અસ્થિરતા વધી શકે છે. પાકિસ્તાને 48 કલાક માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે, જેને કારણે લોજિસ્ટિક્સ અને વેપાર ખોરવાયાં હતાં.

ભારતની આ સૈનિક કાર્યવાહી માત્ર આતંકવાદી માળખાને જ નહીં, પરંતુ પાકિસ્તાનની આર્થિક સ્થિરતાની મૂળભૂત સપાટીને પણ હચમચાવી નાખી છે. KSE-100માં થયેલી કડાકા બતાવે છે કે રોકાણકારો પહેલાથી જ ભયગ્રસ્ત હતા અને હવે સૈન્ય કાર્યવાહી એ ભયને એને મંદીમાંમાં ફેરવી દીધું હતું.

આતંકવાદી મસૂદ અઝહરના પરિવાર સહિત 14 લોકો માર્યા ગયા

નવી દિલ્હીઃ આતંકવાદ વિરુદ્ધ ભારતની સૈનિક કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનું આખું કુટુંબ ખતમ થયું છે. ભારતની એરસ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના  આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે, જ્યારે તેના ચાર નજીકના સાથીઓનાં પણ મોત થયાં છે.

પાકિસ્તાનના બહાવલપુરમાં થયેલી ભારતીય એરસ્ટ્રાઇકમાં અઝહરનું આખું કુટુંબ ખતમ થયુંછે. જૈશ-એ-મહમ્મદ તરફથી નિવેદન બહાર પાડી આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. આ હુમલામાં મૃત્યુ પામેલા અઝહરના પરિવારના સભ્યો અને નજીકના લોકોની આજે જ દફનવિધિ કરવામાં આવશે.

આ આતંકવાદી સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન અને મૌલાના કશફનો પરિવાર, મુફ્તી અબ્દુર રઉફના પૌત્રો-પૌત્રીઓ આ હુમલામાં મોતને ભેટ્યા છે, જ્યારે અનેક પરિવારજનો ઘાયલ થયા છે. આ હુમલામાં પરિવારના ખતમ થયા બાદ મસૂદ અઝહરે કહ્યું હતું કે હું પણ મરી જાત તો સારું થાત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનનું નામ “ઓપરેશન સિંદૂર” રાખ્યું હતું. પીએમ મોદીએ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન થયેલી સતત બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિંદુ પુરુષોને નિશાન બનાવી વિધવા પત્નીઓ છોડી દીધી હતી. તેથી ભારતે કડક સંદેશ આપવો જરૂરી હતો કે આતંકવાદીઓને જવા દેવામાં નહિ આવે.

આ હુમલામાં અત્યાર સુધીમાં 90 આતંકીઓના ઠાર થવાની ખબર છે. ભારતીય ગુપ્તચર એજન્સી રો (RAW)એ એરસ્ટ્રાઇક માટે તમામ લક્ષ્યોની ઓળખ કરી હતી, જેના આધારે લશ્કર અને જૈશના ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા.

પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા હતા અને 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ઘાટીમાં થયો હતો જેમાં આતંકવાદીઓએ લોકોને ટાર્ગેટ કરીને માર્યા હતા.

ભારતે પહેલગામ આતંકવાદી હુમલોનો બદલો લેતાં “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને POK સ્થિત કુલ નવ આતંકી ઠેકાણાંઓ પર સ્ટ્રાઇક કરી છે. આ કાર્યવાહી રાત્રે લગભગ સાડા બાર-એક વાગ્યાની આસપાસ કરવામાં આવી. આ દરમિયાન બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં સ્ટ્રાઇક કરવામાં આવી હતી.

ઓપરેશન સિંદૂર પર અક્ષય કુમાર સહિત આ બૉલિવૂડ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

ભારતે રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો અને પાકિસ્તાનના કબજા હેઠળના આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ છોડી. આ મિસાઈલ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આમાં લશ્કર-એ-તૈયબાના મુખ્ય તાલીમ કેન્દ્રને પણ ઉડાવી દેવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા સત્તાવાર જાહેરાત બાદ તેનો પડઘો રાજકીય ગલિયારાઓમાં સંભળાયો અને આ પડઘો બોલિવૂડ સુધી પણ પહોંચ્યો છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. નાતાલ પર એક પોસ્ટમાં ભારતીય સેનાની પ્રશંસા કરનાર પ્રથમ વ્યક્તિ અભિનેતા રિતેશ દેશમુખ છે.

રિતેશ દેશમુખે આવી પ્રતિક્રિયા આપી

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. બદલામાં, ભારતે હુમલો કર્યો છે. આના પર પ્રતિક્રિયા આપતા રિતેશ દેશમુખે લખ્યું, ‘જય હિંદ કી સેના…ભારત માતા કી જય! ઓપરેશન સિંદૂર.’સંરક્ષણ મંત્રાલય દ્વારા પુષ્ટિ મળ્યા પછી જ અભિનેતાની આ પોસ્ટ આવી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના પીઓકે અને બહાવલપુર વિસ્તારમાં અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.


મધુર ભંડારકરની પ્રતિક્રિયા

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે સવારે 5 વાગ્યે થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતી એક ભૂતપૂર્વ પોસ્ટ શેર કરી. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે,’અમારી પ્રાર્થનાઓ અમારી સેના સાથે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે બધા સાથે ઉભા છીએ. જય હિંદ, વંદે માતરમ.’ ફિલ્મ નિર્માતાની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે.

અમિતાભ બચ્ચનની પોસ્ટ

અમિતાભ બચ્ચને પણ સવારે 2 વાગ્યે એક પોસ્ટ શેર કરી. તેમણે ફરી એકવાર એક રહસ્યમય પોસ્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પણ અમિતાભ ચૂપ રહ્યા. તેણે પહેલગામ હુમલા દરમિયાન પણ આ કામ કર્યું હતું. આ પોસ્ટને હવે ઓપરેશન સિંદૂર સાથે જોડવામાં આવી રહી છે.

અભિનેત્રી નિમ્રિત કૌરની પ્રતિક્રિયા
અભિનેત્રી નિમ્રિત કૌરે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ લખ્યું, ‘આપણી સેના સાથે એકતા. એક દેશ. એક મિશન. જય હિંદ, ઓપરેશન સિંદૂર.’

 

View this post on Instagram

 

A post shared by Nimrat Kaur (@nimratofficial)

અનુપમ ખેરે પોસ્ટ કરી
પીઢ અભિનેતા અનુપમ ખેરે પણ તેમના પર ઓપરેશન સિંદૂર વિશે પોસ્ટ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘ભારત માતા કી જય! ઓપરેશન સિંદૂર.’

પરેશ રાવલ
અભિનેતા પરેશ રાવલે પણ ઓપરેશન સિંદૂર વિશે ટ્વિટ કર્યું અને પીએમ મોદીનો આભાર માન્યો. તેમના કેપ્શનમાં લખ્યું હતું,”ઓપરેશન સિંદૂર, ભારતીય સશસ્ત્ર દળો, નરેન્દ્ર મોદીજી.”

અક્ષય કુમારની પ્રતિક્રિયા
કેસરી: ચેપ્ટર 2 ના અભિનેતા અક્ષય કુમારે પણ ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે પોતાના X એકાઉન્ટ પર ટ્વિટ કર્યું. તેણે ટ્વિટ કર્યું, ‘જય હિંદ જય મહાકાલ.’

ચિરંજીવીની પ્રતિક્રિયા
પદ્મ વિભૂષણ મેળવનાર ચિરંજીવી કોનિડેલાએ ઓપરેશન સિંદૂરનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું અને લખ્યું, ‘જય હિંદ.’

કોણ છે આ કર્નલ સોફિયા કુરેશી?

પહેલગામમાં થયેલા નરસંહાર બાદ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યો. આ એર સ્ટ્રાઈકને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું. જે બાદ 7 મેના બુધવારે સવારે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે.

ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, “નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જે પાકિસ્તાન અને પીઓકે બંનેમાં ફેલાયેલું છે.”

કર્નલ સોફિયા કુરેશી કોણ છે ?

કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતના વડોદરાની રહેવાસી છે. એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમણે પુનામાં બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ એક્સરસાઈઝ ફોર્સ 18માં ભારતીય સેનાની ટુકડીની કમાન સંભાળી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. 36 વર્ષિય કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે.

સૈનિક તેરીકેની તેમણી કારકિર્દી 1999માં શરૂ થઈ હતી. જ્યારે તેઓ 17 વર્ષની ઉંમરના હતા, ત્યારે તેઓ શોર્ટ સર્વિસ કમીશનમાંથી સેનામાં સામેલ થયા હતા. કર્નલ સોફિયા કુરેશી 2016માં એક્સરસાઈઝ ફોર્સ 18 મિલિટ્રી ડ્રિલનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે બાયોકેમેસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.