Home Blog Page 948

Met Gala 2025: રેડ કાર્પેટ પર ચમક્યા આ બૉલિવૂડ સેલેબ્સ

‘ઓસ્કાર ઓફ ફેશન’તરીકે ઓળખાતી ઇવેન્ટ મેટ ગાલા 2025 શરૂ થઈ ગઈ છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને પહેલીવાર ભાગ લીધો હતો. શાહરુખે રેડ કાર્પેટ પર પોતાનું સુપર સ્ટારડમ બતાવ્યું. શાહરુખ ઉપરાંત દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સહિત ઘણા ભારતીય કલાકારોએ તેમાં ભાગ લીધો હતો. પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.

શાહરૂખ ખાને મેટ ગાલામાં કિંગ સ્ટાઈલમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. તેણે સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ થીમ સાથે બ્લેક સબ્યસાચીના સુટ અને ગોલ્ડન જ્વેલરી પહેરીને એક આકર્ષક દેખાવ કર્યો હતો. શાહરૂખે સ્ટાઇલિશ બ્લેક સૂટ’SRK’ અને ‘K’ અક્ષરોવાળા બે ગળાનો હાર, ચાર વીંટીઓ, એક સ્ટાઇલિશ ઘડિયાળ અને સોનેરી લાકડી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. શાહરૂખે બ્લુ કાર્પેટ પર ખુલ્લા હાથે પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા.તે જ સમયે, ડિઝાઇનર સબ્યસાચી પણ તેની સાથે સફેદ પોશાકમાં જોવા મળ્યા હતા.

પ્રિયંકા ચોપરા જોનાસ તેના પતિ નિક જોનાસ સાથે મેટ ગાલા 2025 માં કાર્પેટ પર ચાલી હતી.મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં આ તેણીનો પાંચમો દેખાવ હતો. પ્રિયંકા બાલમેઈન માટે ઓલિવિયર રૂસ્ટીંગ દ્વારા બનાવેલા પોલ્કા ડોટ સૂટ ડ્રેસમાં ક્લાસિક હોલીવુડ સ્ટાઇલમાં દેખાતી હતી. નિક જોનાસ પણ પ્રિયંકાના લુક સાથે મેચ કરતો જોવા મળ્યો હતો. આ કપલે પહેલી વાર 2017માં મેટ ગાલામાં હાજરી આપી હતી.

બેબી બમ્પ સાથે કિયારા ખૂબ જ સુંદર લાગે છે

કિયારા અડવાણીએ મેટ ગાલા 2025 માં પોતાનું ડેબ્યૂ કર્યું અને તેણી ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના ખાસ ડ્રેસમાં જોવા મળી હતી. તે ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં બ્લુ કાર્પેટ પર હાજર થનારી ચોથી બોલિવૂડ અભિનેત્રી બની. કિયારા ‘બ્રેવહાર્ટ’ લુકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

દિલજીત મહારાજા સ્ટાઇલમાં ચમક્યો

દિલજીત દોસાંઝે મેટ ગાલા 2025માં ભવ્ય એન્ટ્રી કરી અને પોતાની પંજાબી સંસ્કૃતિને સંપૂર્ણ ભવ્યતાથી દુનિયા સમક્ષ રજૂ કરી. પ્રખ્યાત ડિઝાઇનર પ્રબલ ગુરુંગ દ્વારા બનાવેલા ‘મહારાજા લુક’માં, દિલજીત ઓફ-વ્હાઇટ અચકન પાયજામા અને પાઘડીમાં જોવા મળ્યો હતો. જેમાં પંજાબનો નકશો, ખાસ પ્રતીકો અને ગુરુમુખીમાં લખેલા શબ્દો હતા.

મેટ ગાલામાં ઈશા અંબાણી

ઈશા અંબાણીએ મેટ ગાલા 2025માં પાંચમી વખત અદભુત દેખાવ કર્યો. તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાના સિગ્નેચર બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડ ડ્રેસમાં બધાનું ધ્યાન ખેંચ્યું. આફ્રિકન કાપડ અને વૈશ્વિક કારીગરીથી પ્રેરિત થઈને, અનામિકાએ આ ડ્રેસ બનાવ્યો, જેને બનાવવામાં 20,000 કલાકથી વધુ સમય લાગ્યો, જેમાં અંબાણી પરિવારના અંગત સંગ્રહમાંથી મોતી, કિંમતી પથ્થરો અને રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

UN સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનનો ફજેતો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્યોએ સોમવારે અનૌપચારિક બંધ દરવાજાની બેઠક દરમિયાન પાકિસ્તાન સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 15 દેશોની સુરક્ષા પરિષદે વિચારવિમર્શ કર્યો હતો. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાના મુદ્દા પર પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી.

પાકિસ્તાનના વિનંતી પર આયોજિત “બંધ પરામર્શ” પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કોઈ જાહેર નિવેદન આપ્યું ન હતું. પાકિસ્તાન પરિષદનો અસ્થાયી સભ્ય છે અને મે મહિના માટે અધ્યક્ષપદ ગ્રીસ પાસે છે. સભ્યોએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા “ફોલ્સ ફ્લેગ”ના દાવાને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને સવાલ કર્યો હતો કે શું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જે પાકિસ્તાન સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે, આ હુમલામાં સંડોવાયેલું છે?

આ આતંકવાદી હુમલાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. કેટલાક સભ્યોએ ખાસ કરીને ધર્મના આધાર પર ટાર્ગેટ કરાયેલા પર્યટકોના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. આ બેઠકમાં ઘણા સભ્યોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ ધમકીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી, જેને ટેન્શન વધારતા ઘટક તરીકે જોવામાં આવ્યું હતું. આમ પાકિસ્તાન દ્વારા મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. તેને સલાહ આપવામાં આવી કે તેઓ ભારત સાથે દ્વિપક્ષી રીતે સમસ્યાઓનો ઉકેલ લાવે.

બીજી બાજુ, ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ રવિવારે 35,000 ક્યુસેક હતો, જે સોમવારે સવારે લગભગ 3100 ક્યુસેક પર આવી ગયું હતું. ચિનાબ નદી પાકિસ્તાનની સિંચાઈ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેની નહેરો (યુસીસી અને બીઆરબી નેહર સહિત) પંજાબની ખેતીલાયક જમીનને સિંચાઈ પૂરી પાડે છે.

પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી અને પાણીની અછતને તેના સંભવિત પરિણામ તરીકે જોવામાં આવી રહી છે. બીજી બાજુ જર્મન વિમાની કંપની લુફ્થાનસા એરલાઈન્સે સોમવારે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પોતાનું ઓપરેશન બંધ કરી દીધું હતું, જે પાકિસ્તાન માટે વધુ એક ઝટકો હતો.

આવતી ધાડે વખ ન ખવાય

 આવતી ધાડે વખ ન ખવાય

 

ધાડ એટલે લૂંટારાઓની ટોળી ત્રાટકીને જે કામગીરી કરે તે – લૂંટફાટ. આવી લૂંટારુઓની ટોળી ચઢી આવે છે એવા સમાચાર માત્રથી ગભરાઈને ઝેર પીવા ના બેસાય.

ભય આવી રહ્યો છે ત્યારે એનો સામનો કરવાનો અને કાંઇ ન સૂઝે તો પલાયન થઈ જવાનો ઉપાય વિચારવો જોઈએ. ભયના આગમન પહેલાં જ ગભરાઈને આપઘાત ન કરી બેસાય – આવતી ધાડે વખ ન ખવાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘આંખેં’ ની સ્ક્રિપ્ટ સાંભળ્યા વગર અમિતાભે હા પાડી હતી

અમિતાભ બચ્ચને વિપુલ શાહની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘આંખેં’ (2002) ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ એની વાર્તાથી પ્રભાવિત થઈને હા પાડી દીધી હતી. વિપુલ શાહે પોતાના નાટક ‘આંધળો પાટો’ પરથી ફિલ્મ બનાવવાનું સપનું જોયું હતું અને એમાં અમિતાભ બચ્ચનને લેવાનો વિચાર કર્યો હતો. એ સમય પર અમિતાભ ‘કેબીસી’ કરી રહ્યા હોવાથી બહુ વ્યસ્ત હતા. એમની સાથે મુલાકાતની તક મળી રહી ન હતી.

એક દિવસ કમાલિસ્તાન સ્ટુડિયોમાં ફિલ્મ ‘અક્સ’ (2001) નું શુટિંગ ચાલતું હતું ત્યારે ઘૂસી ગયા હતા અને એમની વાન પાસે રાહ જોતાં હતા. અમિતાભ સાથે તેમની મુલાકાત છ મહિના પહેલાં ગુજરાતી ફિલ્મના પ્રિમિયર પ્રસંગે થઈ હતી. એ ઓળખી શકશે નહીં એટલે પોતાનો પરિચય કેવી રીતે આપવો એની તૈયારી કરી લીધી હતી. જ્યારે અમિતાભ વાન પાસે આવ્યા ત્યારે વિપુલ શાહને જોઈને ઓળખી ગયા અને પૂછ્યું:‘વિપુલ, તું અહીં શું કરે છે?’ વિપુલ માટે તો આ વાત અકલ્પનીય હતી. એ થોડી ક્ષણો માટે અવાક થઈ ગયા પછી કહ્યું કે તે એક હિન્દી ફિલ્મ બનાવવા માગે છે અને એમને વાર્તા સંભળાવવી છે.

અમિતાભે પૂછ્યું કે કેટલો સમય લાગશે? વિપુલે કહ્યું કે તમે કહો એમ કરીએ. ટૂંકમાં 15 મિનિટ લાગશે, થોડા વિસ્તારથી કરવા 45 મિનિટ અને આખી વાર્તા સાંભળવી હોય તો સાડા ત્રણ કલાક લાગશે. અમિતાભે ‘અક્સ’ ના નિર્દેશક રાકેશ મહેરાને પૂછાવ્યું કે હવે પછીનું શુટિંગ કેટલી વાર પછી છે. અને એમણે સમય આપ્યો હતો એને ધ્યાનમાં રાખીને 15 મિનિટ આપી. વિપુલ શાહે 15 મિનિટમાં વાર્તા સંભળાવી. એમાં પાત્ર ગ્રે શેડવાળું હોવા છતાં અમિતાભે ફિલ્મ કરવાની સૈધ્ધાંતિક મંજુરી આપી દીધી અને કહ્યું કે આખી સ્ક્રિપ્ટ સાંભળવી છે. રાત્રે ફાવશે? વિપુલે હા પાડી અને ત્રણ દિવસ પછી રાત્રે સાડા દસ વાગે પોતાના બંગલા પર આવી જવા કહ્યું.

અસલમાં વિપુલ શાહ પાસે સ્ક્રિપ્ટ લખેલી તૈયાર હતી જ નહીં. ગુજરાતી નાટક હતું પણ ફિલ્મની સ્ક્રિપ્ટ અલગ બાબત હતી. વિપુલે લેખક આતિશ કાપડિયાને ફોન કર્યો અને બંને બે દિવસ ખંડાલા ગયા ત્યાં રાતદિવસ બેસીને સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી. નિશ્ચિત તારીખે અમિતાભના ઘરે રાત્રે સાડા દસ વાગે ગયા અને એમણે સવારે પાંચ વાગ્યા સુધી સ્ક્રિપ્ટ સાંભળીને કહી દીધું કે હું આ ફિલ્મ કરી રહ્યો છું. તમે મારા નામની જાહેરાત કરી શકો છો.

વિપુલની નિર્દેશક તરીકેની આ પહેલી ફિલ્મ હતી અને એમાં નકારાત્મક લાગે એવું પાત્ર હોવા છતાં સ્ક્રિપ્ટથી પ્રભાવિત થઈને અમિતાભે હા પાડી દીધી હતી. એ પછી અક્ષયકુમારનો સંપર્ક કર્યો. અક્ષયે પણ રાત્રે સ્ક્રિપ્ટ સાંભળવા બોલાવ્યા અને વહેલી સવાર સુધી સાંભળીને હા પાડી દીધા પછી કહ્યું કે મેં ના પાડવા માટે સ્ક્રિપ્ટ સાંભળી હતી પણ પછી પસંદ આવી એટલે હા પાડી છે. જ્યારે પરેશ રાવલને એમની ભૂમિકા માટે વાત કરી ત્યારે એમણે કહ્યું કે જે પણ અને જેવો રોલ હશે એ કરવા હું તૈયાર છું. પણ જ્યારે નિર્માતાને વાત કરી ત્યારે એ પહેલાં તૈયાર થયા નહીં.

કેમકે વિપુલની પહેલી ફિલ્મ હતી અને અમિતાભ ગ્રે શેડવાળી ભૂમિકામાં હતા. તેથી જોખમ લાગ્યું હતું. પણ પછી સ્ક્રિપ્ટ સાંભળી એમ વિચારીને હા પાડી કે વિપુલની વાર્તામાં દમ હશે તો જ અમિતાભે હા પાડી હશે. ‘ફિલ્મફેર’ એવોર્ડસમાં ‘આંખેં’ માટે અમિતાભનું શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે નામાંકન થયું હતું. ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે એનો ભારત માટે અલગ અને વિદેશી બજાર માટે અલગ અંત રાખવામાં આવ્યો હતો. ભારતની ફિલ્મ માટે રૂઢિચુસ્ત માહોલને કારણે નૈતિક અંત હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૬ મે ૨૦૨૫

ભારત કોઈ મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે ?

પાકિસ્તાન સાથેના યુદ્ધ પહેલા ભારતે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 7 મેના રોજ દેશમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. આ માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચનાઓ આપી છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને 7 મેના રોજ અસરકારક નાગરિક સુરક્ષા માટે મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. 1971 પછી દેશમાં આ કદાચ પહેલી નાગરિક મોક ડ્રીલ હશે. આ સુરક્ષા મોક ડ્રીલમાં, હુમલામાં પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે.

રાજ્યોને આપવામાં આવેલી સૂચનાઓ

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે કવાયત દરમિયાન, મહત્વપૂર્ણ પ્લાન્ટ્સ અને સંસ્થાઓના બ્લેકઆઉટ અને ઝડપી છદ્માવરણ માટે વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યોને તેમની સ્થળાંતર યોજનાઓને અપડેટ કરવા અને રિહર્સલ કરવા કહેવામાં આવ્યું છે જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ કવાયત દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા અને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયારી કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલયના નિર્દેશનો અર્થ

  • ભારત કોઈ મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.
  • ભારતની કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાન યુદ્ધ શરૂ કરી શકે છે.
  • પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો તે ફક્ત સરહદ પૂરતું મર્યાદિત રહેશે નહીં.
  • પાકિસ્તાન દિલ્હી, મુંબઈ કે અન્ય મોટા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે.
  • ભારતીય વાયુસેના અને વાયુ સંરક્ષણ પાકિસ્તાનના મિસાઇલો અને ફાઇટર જેટને ભારતીય સરહદમાં પ્રવેશવા દેશે નહીં પરંતુ ભારત સંપૂર્ણપણે તૈયાર રહેવા માંગે છે.
  • ઇઝરાયલ અથવા યુક્રેનમાં નાગરિક સંરક્ષણ પ્રોટોકોલ જોવા મળતા હતા જેથી એર સાયરન કામ કરી રહ્યું છે તે દર્શાવી શકાય.

ભારત-પાકિસ્તાનના વધતા તણાવ વચ્ચે હુમલાથી બચવા યોજાશે મોકડ્રીલ, ગૃહ મંત્રાલયનો આદેશ

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બાઈસરણ વેલીમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકો, મોટાભાગે પ્રવાસીઓ, માર્યા ગયા, જે ભારતમાં 2008ના મુંબઈ હુમલા બાદનો સૌથી ઘાતક હુમલો ગણાય છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી હતી, જોકે બાદમાં તેનો ઇનકાર કર્યો. ભારતે આ હુમલાને પાકિસ્તાન પ્રાયોજિત ગણાવી, ઇન્દુસ વોટર ટ્રીટી સ્થગિત કરી અને અટારી-વાઘા સરહદ બંધ કરી. પાકિસ્તાને આને “યુદ્ધની કાર્યવાહી” ગણાવી, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર નિયમિત ગોળીબારની ઘટનાઓ અને પાકિસ્તાનના પરમાણુ ધમકીઓએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.

આ વધતા તણાવ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મે 2025ના રોજ દેશભરના રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલનો આદેશ આપ્યો છે. આ ડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે. આ ડ્રિલનો હેતુ નાગરિકોને સંભવિત યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર કરવાનો છે, જેમાં બંકરોનો ઉપયોગ, કટોકટીની સ્થિતિમાં સલામતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. LoC પરના ગામોમાં રહેતા લોકો પહેલેથી જ સામુદાયિક બંકરો તૈયાર કરી રહ્યા છે, જે યુદ્ધની આશંકાને દર્શાવે છે.

આ હુમલાએ ભારતની સુરક્ષા નીતિઓ પર પણ સવાલો ઉભા કર્યા છે. વિપક્ષે સુરક્ષા ખામીઓ અને ગુપ્તચર નિષ્ફળતા પર સરકારની ટીકા કરી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકીઓ અને તેમના સમર્થકોને “કડક સજા”ની ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય, જેમાં અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે, ભારતના સમર્થનમાં ઉભું છે, પરંતુ પાકિસ્તાને રશિયા અને ચીનની મદદથી તપાસની માંગ કરી છે. આ તણાવ નિયંત્રિત ન થાય તો, બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે સંઘર્ષનું જોખમ વધી શકે છે, જે દક્ષિણ એશિયાની સ્થિરતા માટે ખતરો બની શકે છે.

ભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા: કરણ અદાણી

અમદાવાદ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું છે કે તેઓ દરિયાઈ, લોજિસ્ટિક્સ અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયોને વધારવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 8,867 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરના ઉદ્ઘાટન બાદ કરણ અદાણીએ વ્યવસાય વૃદ્ધિ માટેની અનેક બાબતો અંગેની ભાવિ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો.કરણ અદાણીએ જણાવ્યું હતું કે “ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર APSEZ ત્રણ મુખ્ય વ્યવસાય ક્ષેત્રોમાં છે. જેમાં દરિયાઈ વ્યવસાય, લોજિસ્ટિક્સ વ્યવસાય અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો સમાવેશ થાય છે. તેમણે ધ્યાન દોર્યું કે APSEZ દેશમાં દરિયાઈ વેપારનું સૌથી મોટું ઓપરેટર છે. હવે ભારત અને ભારતની બહાર દરિયાઈ વેપારને વધારવાનો અમારો ઉદ્દેશ છે. APSEZ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવા વિચારણા કરી રહ્યું છે. બંદરોની જેમ અમે મોટા મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરીશું.”

અદાણી ગ્રુપની મુખ્ય કંપની APSEZ વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટના બીજા તબક્કામાં રૂ. 13,000 કરોડનું રોકાણ કરશે. જેનાથી ઊંડા પાણીના બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 12 લાખ TEUs (વીસ ફૂટ સમકક્ષ એકમો) થી 2028 સુધીમાં લગભગ 50 લાખ TEUs થશે.

કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો ઉલ્લેખ કરતા, કરણ અદાણીએ કહ્યું કે “આજે ભારતમાં સંગ્રહિત અનાજ યોગ્ય રીતે સંગ્રહિત નથી. એટલા માટે જ અમે સાયલો બનાવવા અને તેનો સંગ્રહ કરવા પર વિચાર કરી રહ્યા છીએ.” વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર APSEZ ના અન્ય બંદરોથી અલગ કેવી રીતે તેના જવાબમાં કરણ અદાણીએ કહ્યું કે “વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ દેશનું પહેલું પોર્ટ છે જેમાં 100 ટકા ટ્રાન્ઝિટ બિઝનેસ છે.’ હાલમાં, અમારા બંદરોમાંથી પસાર થતો બધો કાર્ગો સિંગાપોર અને કોલંબો જઈ રહ્યો છે, આ કાર્ગોને અમે વિઝિંજામ બંદર પર લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

અત્યારે ભારતના 75 ટકા ટ્રાન્ઝિટ કાર્ગોનું સંચાલન ભારતની બહારના બંદરો પર થાય છે અને ભારતીય બંદરો ભારતમાંથી/ભારત તરફ આવતા કાર્ગોના ટ્રાન્ઝિટ હેન્ડલિંગ પર દર વર્ષે US$ 200-220 મિલિયન સુધીની સંભવિત આવક ગુમાવે છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “કંપનીનો ઉદ્દેશ્ય ભારતીય વેપારીઓ માટે શિપિંગ ખર્ચ ઘટાડવાનો છે. ‘એકવાર આવું થશે, પછી વોલ્યુમ આપમેળે વધશે.”

વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર ટેરિફની દ્રષ્ટિએ કોલંબો અને સિંગાપોર બંદરો સાથે કેવી રીતે સ્પર્ધા કરશે? તેના જવાબમાં કરણ અદાણીએ કહ્યું કે, “વિઝિંજામ બંદરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવી પડશે. “તેથી આપણે ફક્ત ફી પર જ નહીં, પરંતુ તમામ પાસાઓ પર સ્પર્ધા કરવી પડશે. આપણે કાર્યક્ષમતા પર સ્પર્ધા કરવી પડશે, આપણે કામગીરી તેમજ ઉત્પાદકતા પર પણ સ્પર્ધા કરવી પડશે.”

બોર્ડ ફર્સ્ટ વિધાર્થી લારીએ ચા બનાવતો ત્યારે શિક્ષકે તેને ખુશીના સમાચાર આપ્યા..

રાજકોટ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે ધોરણ 12 નું સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં સામાન્ય પ્રવાહના પરિણામમાં બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થી રાજકોટમાં ચાની લારીએ ચા બનાવતો હતો ત્યારે સ્કૂલના શિક્ષકે તેને રૂબરૂ જઈને આ ખુશ ખબર આપ્યા હતા.

રાજ્યનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે રાજકોટ શહેર અને જિલ્લાનું 93.66 ટકા પરિણામ જાહેર થયું છે. રાજકોટનો રાજ નારણભાઇ પરમાર નામનો વિદ્યાર્થી 99.99 પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ આવ્યો છે. રાજકોટની 150 ફૂટ રીંગ રોડ પર , ગાંધીગ્રામ પોલીસ ચોકીની બાજુમાં આવેલી મોદી સ્કૂલમાં તે અભ્યાસ કરતો હતો. ધોરણ 10 માં રાજ ને 99.49 ટકા આવ્યા હતા. શરૂઆતથી તે અભ્યાસમાં હોશિયાર હતો.

રાજના પિતા નારણભાઇ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક નજીક ચાની નાની કેબીન ધરાવે છે. તેઓ છેલ્લા 5 વર્ષથી ચા વેચવાનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર રાજ રોજ સવારે ત્રણ કે ચાર કલાક પિતાને ચાની લારીએ મદદ કરવા જાય છે. અભ્યાસની સાથે તે પિતાને ધંધામાં મદદ કરતો હતો.

મોદી સ્કૂલના સંચાલક રશ્મિભાઈ મોદીએ ચિત્રલેખા.કોમ ને જણાવ્યું હતું કે, આજે સવારે જ્યારે પરિણામ જાહેર થયું અને રાજ બોર્ડ ફર્સ્ટ આવ્યો ત્યારે મીડિયાના મિત્રો રાજને મળવા માગતા હોવાથી અમારા શિક્ષક તેને લેવા ચા ની લારીએ ગયા ત્યારે તે ચા બનાવતો હતો. તે મોબાઈલ નો પણ ખાસ ઉપયોગ કરતો નથી. સંઘર્ષ કરીને રાજ પરમારે આ સફળતા મેળવી છે. સ્કૂલ ઉપરાંત રાજકોટનું તેણે ગૌરવ વધાર્યું છે. દરમિયાન રાજ પરમાર કહે છે , હું રોજ 6 થી 7 કલાક વાંચન કરતો હતો. સ્કૂલની વિવિધ પરીક્ષા આપતો હતો. મને વિશ્વાસ હતો કે પરિણામ સારું આવશે પણ બોર્ડ ફર્સ્ટ આવીશ તેઓ ખ્યાલ ન હતો. મારે આગળ હવે CA બનવું છે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)