Home Blog Page 976

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે સ્વતંત્રતા સેનાનીઓ સામે કોઈને પણ બકવાસ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે તેમણે આપણને સ્વતંત્રતા આપી અને આપણે તેમની સાથે કેવું વર્તન કરી રહ્યા છીએ.

જસ્ટિસ દીપાંકર દત્તાએ રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તમે ભવિષ્યમાં આવું કોઈ નિવેદન આપશો તો અમે સુઓ મોટો કરીને કાર્યવાહી કરીશું. આ સાથે સુપ્રીમ કોર્ટે સાવરકર પરની ટિપ્પણીના કેસમાં રાહુલને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતાં અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.

આ માનહાનિનો કેસ 17 નવેમ્બર, 2022નો છે. જ્યારે રાહુલે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ભારત જોડો યાત્રા દરમિયાન એક રેલીમાં સાવરકર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી 2023માં એડવોકેટ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

2023માં ભારત જોડો યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીએ સાવરકર પર નિશાન સાધ્યું હતું. તેમણે અકોલામાં મીડિયાને એક પત્ર બતાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે આ પત્ર સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો. આમાં તેમણે કહ્યું હતું કે તેઓ અંગ્રેજોના નોકર રહેશે. સાથે જ તેમણે ડરીને માફી પણ માગી હતી. ગાંધી-નેહરુએ આવું ન કર્યું, તેથી તેઓ વર્ષો સુધી જેલમાં રહ્યા હતા.

ગાંધી, નેહરુ અને પટેલ વર્ષો સુધી જેલમાં રહ્યા અને કોઈ પત્ર પર સહી કરી નહીં. સાવરકરજીએ આ કાગળ પર સહી કરવાનું કારણ ડર હતો. જો ડર્યા ન હોત તો ક્યારેય સહી ન કરત. જ્યારે સાવરકરે સહી કરી ત્યારે તેમણે ભારતના ગાંધી અને પટેલ સાથે દગો કર્યો હતો. તેમણે ગાંધી અને પટેલ પાસેથી પણ સહી કરાવવા કહ્યું. રાહુલે ફરી કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજોની માફી માગી હતી કે પત્ર લખ્યો હતો કે તેઓ સેવક બની રહેશે, ગાંધી-નેહરુએ આવું ન કર્યું હતું.

‘મુસ્લિમ હોવાને કારણે હું હિન્દુઓ અને ભારતીયોની માફી માંગુ છું’: હિના ખાન

આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો. આમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા. આ ઘટનાથી આખો દેશ ગુસ્સે છે. ફિલ્મ સ્ટાર્સ પણ એક થઈને આતંકવાદી હુમલાની આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અભિનેત્રી હિના ખાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે આ ઘટનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે.

હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘સંવેદના. કાળો દિવસ. ભીની આંખો. ટીકા, કરુણા માટેનું આહ્વાન. જો આપણે વાસ્તવિકતા સ્વીકારવામાં નિષ્ફળ જઈએ તો કંઈ વાંધો નથી. જો આપણે ખરેખર શું બન્યું તે સ્વીકારતા નથી, ખાસ કરીને મુસ્લિમો તરીકે, તો બાકીનું બધું ફક્ત વાતો છે. સરળ વાતો.. થોડા ટ્વીટ્સ અને બસ..! મુસ્લિમ હોવાનો દાવો કરતા અમાનવીય, મગજ ધોવાઈ ગયેલા આતંકવાદીઓ દ્વારા જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે ભયાનક છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે કોઈ મુસ્લિમને બંદૂકની અણીએ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવે અને પછી તેની હત્યા કરવામાં આવે. મારું હૃદય ખૂબ જ તૂટી ગયું છે.

હિના ખાને તેના હિન્દુ મિત્રોની માફી માંગી
હિના ખાને આગળ લખ્યું,’મુસ્લિમ હોવાને કારણે, હું મારા બધા સાથી હિન્દુઓ અને મારા સાથી ભારતીયોની માફી માંગુ છું. એક ભારતીય તરીકે, આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોથી હું ખૂબ જ દુખી છું. એક મુસ્લિમ તરીકે મારું દિલ તૂટી ગયું છે. પહેલગામમાં જે બન્યું તે હું ભૂલી શકતી નથી. આ ઘટનાની મારા પર અને મારી માનસિક સ્થિતિ પર અસર પડી છે. આ તે બધા લોકોનું દુઃખ છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ પીડા દરેક ભારતીય અનુભવી રહ્યો છે. હું તેમના માટે પ્રાર્થના કરું છું કે તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. આપણે ગુમાવેલા આત્માઓ માટે હું પ્રાર્થના કરું છું.’

હિના ખાને લખ્યું છે કે,’હું આ ઘટનાની નિંદા કરું છું. હું તેનો અસ્વીકાર કરું છું અને જેમણે આ કર્યું તેમને હું ધિક્કારું છું. પૂરા દિલથી, બિલકુલ, કોઈપણ શરતો વિના, જેમણે આ કર્યું છે તેઓ કોઈપણ ધર્મનું પાલન કરી શકે છે, તેઓ મારા માટે માણસ નથી. મને કેટલાક મુસ્લિમોના કાર્યોથી શરમ આવે છે. હું મારા સાથી ભારતીયોને પ્રાર્થના કરું છું કે આપણે બધાને અલગ ન કરીએ. આપણે બધા જે ભારતને આપણું ઘર અને માતૃભૂમિ કહીએ છીએ. આપણે એકબીજા સાથે લડીએ છીએ. આપણે એ જ કરીશું જે તેઓ આપણને કરાવવા માંગે છે, આપણને વિભાજીત કરશે, આપણને લડતા રાખશે અને ભારતીયો તરીકે આપણે આવું થવા દેવું જોઈએ નહીં.’

હિના ખાને લખ્યું છે કે,’એક ભારતીય તરીકે, હું મારા રાષ્ટ્ર, મારા સુરક્ષા દળો સાથે ઉભી છું. હું મારા દેશને ટેકો આપું છું. એક ભારતીય તરીકે હું માનું છું કે મારા સુંદર દેશમાં બધા ધર્મો સુરક્ષિત અને સમાન છે. આનો બદલો લેવાના મારા દેશના સંકલ્પને હું બિનશરતી સમર્થન આપીશ. આમાં કોઈ પ્રશ્ન નથી. હિના ખાને કાશ્મીર વિશે આગળ કહ્યું, ‘હું પરિવર્તન જોઈ રહી છું. મને સામાન્યતા જાળવવાની ઇચ્છા દેખાય છે. હું સામાન્ય કાશ્મીરીઓની આંખોમાં પીડા જોઈ રહી છું. હું યુવાન કાશ્મીરીઓના હૃદયમાં ભારત પ્રત્યે શ્રદ્ધા અને વફાદારી જોઉં છું. મને સામાન્ય કાશ્મીરી લોકો માટે દુ:ખ થાય છે જે આ નફરતથી પીડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ખીણમાં આટલા બધા ત્રિરંગા જોવાથી રાહત થઈ છે. હું ભારત પ્રેમના નારાઓની પ્રશંસા કરું છું. મને આશા છે કે આ ટ્રેન્ડ હંમેશા ચાલુ રહેશે.’

‘કાશ્મીરીઓ નફરતના આ દુષ્ટ ચક્રમાંથી બહાર નીકળીને જીવનમાં આગળ વધવા માંગે છે. હું મારા સાથી કાશ્મીરીઓને આ ભાવનાને આગળ વધારવા અને કાશ્મીરી પંડિત સમુદાયના આપણા ભાઈ-બહેનોને પાછા લાવવા વિનંતી કરું છું. શું તમે તેને સ્વીકારશો? હું તેને મારા દિલથી સ્વીકારું છું. કાશ્મીરી પરિવારોની આજીવિકાનો સ્ત્રોત પર્યટન છે…, હવે સમય આવી ગયો છે કે આપણે કાશ્મીરીઓ આપણું કાશ્મીર પાછું મેળવીએ, જ્યાં એક કાશ્મીરી પંડિત પોતાના સાથી કાશ્મીરી મુસ્લિમો સાથે પરિવારની જેમ રહેતા હતા. હું સહઅસ્તિત્વમાં માનું છું. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે એક ભારતીય, મુસ્લિમ અને એક માનવી તરીકે, હું ન્યાય ઇચ્છું છું. આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ સાથે મળીને ભારતને ટેકો આપવો જોઈએ. તેમને જે જોઈએ છે તે ન આપો…આપણે એક લોકો તરીકે સાથે આવવાની જરૂર છે. કોઈ રાજકારણ નહીં. કોઈ વિભાજન નથી. કોઈ દ્વેષ નહીં. કોઇ વાંધો નહી. આપણે પહેલા ભારતીય છીએ. જય હિન્દ’.

મેધા પાટકરની 24 વર્ષ જૂના કેસમાં ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ કરી છે. દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા 23 એપ્રિલે તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પાટકરને આજે સાકેત કોર્ટમાં હાજર કરવામાં આવશે. એડિશનલ સેશન જજ (ASJ) વિશાલ સિંહે 23 એપ્રિલે મેધા પાટકર વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે બુધવારે કહ્યું હતું કે પોલીસ કમિશનરની કચેરીના માધ્યમથી દોષિત મેધા પાટકર વિરુદ્ધ આગામી તારીખ સુધી બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરો. કોર્ટે આ વોરંટની રિપોર્ટ અને આગળની કાર્યવાહી માટે કેસને ત્રીજી મે માટે યાદીબદ્ધ કર્યો છે.

વી.કે. સક્સેનાની તરફથી એડવોકેટ ગજિંદર કુમાર અને કિરણ જય હાજર રહ્યા હતા. જુલાઈ 2024માં પાટકરને તત્કાલીન દિલ્હીના લેફ્ટેનેન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ 2000માં દાખલ કરાયેલા માનહાનિ કેસમાં તેમને દોષિત ઠેરવ્યા હતા.

પાટકરને સજા સંભળાવવામાં આવી હતી અને તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યાં હતાં તેમ જ તેમને વળતર રકમ ભરવાની અને પરોલ બોન્ડ ભરવાની સૂચના આપવામાં આવી હતી. શુક્રવારે તેમને વી.કે. સક્સેનાની તરફથી દાખલ કરાયેલા માનહાનિ કેસમાં પેરોલ બોન્ડ ન ભરવાને કારણે ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવાને બદલે અને 8 એપ્રિલ, 2025ની સજા આદેશનું પાલન કરવાને બદલે દોષિત ગેરહાજર છે અને તે જાણબૂજીને સજા આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને વળતર રકમ નહીં ભરવી એથી પેરોલનો લાભ પણ ન લીધો છે. કોર્ટએ મેધા પાટકરની ગેરહાજરીને ગંભીરતાથી લીધી હતી અને તેને ઉદ્દેશપૂર્વકનું કૃત્ય ગણાવ્યું હતું.

પહેલગામ હુમલાના આતંકવાદી આદિલની વિરુદ્ધ બુલડોઝર એક્શન

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખના ઘરને વિસ્ફોટકોની મદદથી ઉડાવી દેવામાં આવ્યું છે. આ હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખના મોગામામાં ઘરની તપાસમાં એક શંકાસ્પદ બોક્સ મળી આવતાં ભારતીય સેના અને સુરક્ષા દળોને સતર્ક રહેવું પડ્યું હતું. આ બોક્સમાંથી વાયરો નીકળ્યા હતા.

ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ની એન્જિનિયરિંગ ટીમે ઘટનાસ્થળેથી મળેલા શંકાસ્પદ બોક્સમાં તે બોમ્બ હોવાની પુષ્ટિ કરી. સુરક્ષાની દ્રષ્ટિએ બોક્સ સ્થળ પર જ નાશ પામ્યું હતું, જેને પરિણામે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘરનો એક ભાગ ચોક્કસપણે ઊડીને ખાખ થયો હતો.

જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રે પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકી આદિલ શેખનું ત્રાલમાં ઘર પણ તોડી પાડ્યું છે. એથી શંકા વ્યક્ત થઈ રહી છે કે પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું. સુરક્ષા દળોને આશંકા છે કે ઘટનાસ્થળે વધુ વિસ્ફોટક સામગ્રી હોઈ શકે છે, તેથી આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. આસિફ શેખને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર છે, જેમાં 28 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા હતા. TRF દ્વારા જવાબદારી સ્વીકાર્યા પછી, સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની વ્યૂહરચના અપનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી છે.

નો ઑપ્શન ઈઝ ધ બેસ્ટ ઑપ્શન!

અ મારી ટેકનોલોજી ટીમ તરફથી મેસેજ આવ્યો, `આપણે આગામી મહિનાની એક તારીખે પ્લેટફોર્મ બદલી રહ્યાં છીએ,’ `વર્ક ચૅટ’ પરથી `ટીમ્સ’ પર શિફ્ટ થઈ રહ્યાં છીએ.  બધા ટેસ્ટ્સ પાર પડ્યા છે, ટેસ્ટિંગ થઈ ગયું છે. આ નવું પ્લેટફોર્મ તમને વધુ ફાયદાકારક છે. તે તમારી કાર્યક્ષમતા વધારશે, નિર્ણય વહેલા લેવાશે અને એકંદરે ઓર્ગેનાઈઝેશનને તેનો લાભ થશે.’ બે વર્ષ પૂર્વેની આ વાત છે. વીણા વર્લ્ડ તે સમયે યુવાન, એકદમ યંગ ઓર્ગેનાઈઝેશન હતી એમ કહી શકાય. એટલે કે, હું અને સુધીર બે જ ઓલ્ડ સ્કૂલવાળા સિનિયર સિટીઝન્સ. તેમાં મારો ટેકનોલોજી પ્રત્યે પ્રેમ લગભગ નહિવત હતો. મારો આ સંબંધ જોઈને ઓર્ગેનાઈઝેશને મને `કોસ્ટ કંટ્રોલ’ને નામે લેપટોપ પણઆપ્યું નહીં. ટીમ મને ચીડાવતી, `આજકાલ દુનિયાનાં એકમાત્ર CEO લેપટોપ વાપરતાં નથી.’ વારુ, અમુક વીક પોઈન્ટ્સ હોય છે. મારું કામ પેપર, પેન, આઈપેડ, ફોન પર ચાલતું હોય તો મારે બોજ શા માટે લેવો જોઈએ. ગેજેટ્સની જંજાળ અમસ્તા જ વધારવી નહીં જોઈએ એવો મારો મત છે. `કામો અટકતા નથી ને? ‘આ મારો પ્રશ્ન છે. અમારી જનરલ મેનેજર શિલ્પા મોરે કહે છે, `યે ફોન હી કાફી હૈ.’

છેલ્લાં બાર વર્ષમાં આવી એક-બે વાર ટેકનોલોજી બદલવાની બાબત બની હતી અને સિસ્ટમ્સ અથવા પ્રોસેસીસ બદલવી તે કાયમ ચાલુ જ હોય છે, તેનાથી હવે અમે બધાં ટેવાઈ ગયાં છીએ. `ચેન્જ ઈઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ થિંગ’ એ ક્યારેય નહીં તેટલી તત્પરતાથી આત્મસાત કરવાનો આ જ સમય છે. આથી એવરીબડી ઈઝ યુઝ્ડ ટુ ઈટ. છતાં `હે ભગવાન, હજુ માંડ `વર્ક ચેટ’ પર હાથ અને માથું જામ્યું ત્યાં નવું ચેન્જ? એવું લાગ્યું. `હવે ફરી બધું અથથી ઈતિ સુધી શીખવું પડશે.’ઉપરથી બતાવતી નહીં હોવા છતાં કોઈ પણ ચેન્જ સામે મનથી થોડો વિરોધ અથવા તે બાબતમાં ઉદાસીનતા હોય જ છે. `બધું બરાબર ચાલી રહ્યું છે ને, અન્ય કામો ઓછાં છે કે?’ ઓફિસના વાતાવરણમાંવિચાર દબાયેલા સ્વરૂપમાં પ્રસરતો હોય છે. જો કે એક-એક કરીને ટીમ મેમ્બર્સ આવનારા નવા પરિવર્તનને અપનાવે છે, તેમાં હથોટી મેળવે છે અને આગળ આવનારાં પરિવર્તન સુધી બધું હેમખેમ ચાલતું રહે છે. જો કે હું ટેકનોલોજીઝનાં પરિવર્તનથી મૂંઝાઈ જાઉં છું. પેટમાં ફાળ પડે છે.

બે વર્ષ પૂર્વે પણ `વર્ક ચેટ’ પરથી `ટીમ્સ’ પર શિફ્ટ થતી હતી ત્યારે એવું જ થયું. જો કે તે સમયે મેં `બર્ન ધ બોટ્સ’ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ઉંમર પ્રમાણે થોડું શાણપણ આવ્યું હતું એવું લાગે છે. જે દિવસે આ પ્લેટફોર્મ ચેન્જ થવાનું હતું તે દિવસે સવારે મેં મારા આઈપેડ પરથી `વર્ક ચેટ’નો આભાર માનતાં કહ્યું, સારી રીતે સાથ આપવા માટે, અમારાં કામો આસાન બનાવવા માટે મનમાંને મનમાં નમસ્કાર કર્યા. આ પ્રવાસ અટકાવવો પડ્યો તે માટે `સૉરી’ પણ કહ્યું અને ભારે મન સાથે `વર્ક ચેટ’ ડિલીટ કર્યું. આ પછી મારી લડત `ટીમ્સ` શીખવા માટે શરૂ થઈ અને આશ્ચર્યની વાત એ છે કે બે દિવસમાં મેં `ટીમ્સ’ શીખી લીધું. જેટલું મેં વિચાર્યું હતું તેટલું મુશ્કેલ નહોતું. `વર્ક ચેટ’ની કુશન રાખી નહીં, `ટીમ્સ’ શીખ્યા વિના કોઈ વિકલ્પ બચ્યો નહીં ત્યારે સામે આવેલા તે સંકટનો સામનો હું સારી રીતે કરી શકી અને જીત મેળવી. `ટીમ્સ’ વિશે મનમાં જે ડર હતો તે નહિવત થયો અને હું સંપૂર્ણ તણાવમુક્ત બની ગઈ. `બર્ન ધ બોટ્સ’ ટેક્નિક અથવાઆ એક વ્યવસ્થાપન શાસ્ત્ર બે હજાર વર્ષ પૂર્વે પહેલી વાર રોમન ડિક્ટેટર, રિફોર્મર અને વોર સ્ટ્રેટેજિસ્ટ જુલિયસ સીઝરે વાપર્યું હતું એવું કહેવાય છે.

જુલિયસ સીઝર જે સમયે ઈંગ્લેન્ડ પર સવારી કરવા માટે ગયો હતો તે સમયે તેના બધાં સૈનિકો લાંબું અંતર કાપીને થાક્યા હતા, સર્વત્ર થોડી ઉદાસીનતા ફેલાઈ હતી. ઈંગ્લેન્ડના શક્તિશાળી સૈનિકોનો સામનો કરવાનું અશક્ય છે એવા ભયથી બધા ગ્રસ્ત હતા અને પાછા રોમ જઈએ એવો વિચાર બધાના મનમાં ઘૂમરાતો હતો. જ્યાં સુધી બોટ સામે દેખાતી હતી ત્યાં સુધી પાછા જવાનો અથવા રિટ્રીટનો વિચાર આવતો રહેશે, પરંતુ જો બોટ જ નષ્ટ કરવામાં આવે તો વિકલ્પ બચશે નહીં અને સૈનિકો બહુ હિંમતથી `કરો યા મરો’ કહીને જીવ હથેળીમાં રાખીને લડાઈ કરીને જીત પ્રાપ્ત કરશે એવો વિચાર કરીને તેણે બોટોને આગ ચાંપી. આ સ્ટ્રેટેજીથી તેમને ઝાઝી સફળતા મળી નહીં. અમુક ઈતિહાસકારોના મતે તો આ દંતકથા છે, તેણે બોટોને આગ ચાંપી જ નહોતી. `બર્ન ધ શિપ્સ’ વધુ એક પંદરમા સોળમા દાયકાની ઘટના છે. હેર્નાન કોર્તેસ સ્પેનિશ સામ્રાજ્યનો એક સોલ્જર, એક્સપ્લોરર અને એડવેન્ચરર હતો, જેણે મેક્સિકો દેશના એઝટેક સામ્રાજ્ય પર જીત મેળવીઅને મેક્સિકોને સ્પેનના અમલ હેઠળ લાવી દીધું. જો કે આ જીત તેને આસાનીથી મળી નહોતી. તે માટે બે વર્ષ લડત આપવી પડી હતી. પહેલી વાર 1519માં જ્યારે તે એઝટેક સામ્રાજ્ય ધરાવતા મેક્સિકોની ભૂમિ પર ઊતર્યો ત્યારે તેની પાસે ફક્ત છસ્સો સૈનિક હતા. સ્પેનથી મેક્સિકો સુધી તે બોટથી આવ્યા હતા. આ લગભગ દસ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને તેઓ રીતસર થાકી ગયા હતા. આવી સ્થિતિમાં તેઓ મેક્સિકો સાથે કઈ રીતે લડશે અને પછી તેમના મનમાં પાછા જવાનો વિચાર આવ્યો ત્યારે શિપ્સ જો બાળી નાખવામાં આવે તો પાછા જવાનો માર્ગ બંધ થશે અને લડ્યા વિના વિકલ્પ જ રહેશે નહીં એવો વિચાર કરીને હેર્નાન કોર્તેસે ખરેખર શિપ્સ બાળી નાખી. તેની સ્ટ્રેટેજી કામ આવી. તેમણે બે વર્ષમાં એઝટેક સામ્રાજ્યને શરણે આવવાની ફરજ પાડી. 1521માં સ્પેનનો ઝંડો મેક્સિકો પર ફરકાવ્યો. તે સમયથી આજ સુધી આ `બર્ન ધ શિપ્સ’ વોર સ્ટ્રેટેજી સર્વત્ર વપરાય છે. વિકલ્પ જ રાખવાનો નહીં. પછી તે પરિવર્તન સર્જાય છે.

નાનપણમાં ગામ જતાં ત્યારે પિતાજી કૂવામાં સ્વિમિંગ શીખવવા લઈ જતા. પાણીમાં ભૂસકો કઈ રીતે મારવાનો એ `ટુ બી ઓર નોટ ટુ બી’ની સ્થિતિમાં રહેતાં ત્યારે પિતાજી સીધા કૂવામાં ધકેલી દેતા હતા. આ પછી જીવવા- મરવાની લડત શરૂ થતી, હાથ-પગ હલાવ્યા વિના વિકલ્પ જ બચ્યો નહીં હોય અને પછી તરવાનું શરૂ થયું. આપણાં માતા- પિતા અથવા શિક્ષક આ રીતે જ હેર્નાન કોર્તેસ જેવા આપણને અનેક ઠેકાણે ધકેલી દે છે. તે સમયે તમને ગુસ્સો આવે છે પણ તેમાંથી દૂરદ્રષ્ટિ સમજવા માટે આપણને ઘણાં વર્ષ લાગે છે. `તને લડતાં આવડવું જોઈએ’ આ એક જ એજન્ડા તેમનો હોય છે. `વિકલ્પ નહીં હોય’ એ અત્યંત ઉપયોગી બાબત મને લાગે છે. કોવિડકાળમાં અમારી બાબતમાં આવું જ થયું હતું. જો કે થોડું અલગ રીતે. કોવિડ સિચ્યુએશન અમારા ટુરીઝમ માટે ભયંકર યાતનાદાયક નીવડી. અમને પહેલો ફટકો પડ્યો અને તેમાંથી બહાર આવનાર અમે, ટુરીઝમ ઈન્ડસ્ટ્રી સૌથી છેલ્લી હતી. અઢી વર્ષ બધાએ અમને તેમના જીવનમાંથી બાદબાકી કરી નાખ્યા હતા. કશું જ કરવા માટે નહોતું અને આગળ પણ આપણું કશું થઈ શકશે એવી આશા પણ ખતમ થઈ હતી. તે અઢી વર્ષમાં અનેકોએ આ ઈન્ડસ્ટ્રીને રામ-રામ કર્યા, અલગ-અલગ બિઝનેસ શરૂ કર્યા. અમે જો કે કશું નહીં કર્યું, એટલે કે, એક વિશ્વાસ હતો કે અમારી ટુરીઝમ ઈન્ડસ્ટ્રી ફરી શરૂ થશે પરંતુ અમે બીજું કશું શરૂ કર્યું નહીં, કારણ કે અમને બીજું કશું કરવાનું આવડતું જ નથી. તેથી હવે અમારા વર્તમાનમાં કે ભવિષ્યમાં અમે ટુરીઝમમાં રહેલા પાસે બીજો વિકલ્પ નથી તે સિદ્ધ થઈ ગયું છે અથવા અમને કોવિડને લીધે તે સમજાઈ ગયું છે. આથી હવે જે કાંઈ કરવાનું છે તે ટુરીઝમમાં કરો, સારું કરો, ફોકસ્ડ રહો એ અમને કોવિડકાળે આપેલો સંદેશ છે. અમે તે આચરણમાં લાવી રહ્યાં છીએ. પેન્ડેમિક પછી ઓફિસીસ શરૂ થઈ, લગભગ બે વર્ષે કોર્પોરેટ ઓફિસ ખોલી, ધીમે-ધીમે પાટે ચઢતાં હતાં, તે સમયે લીધેલી પહેલી `મેનેજર્સ મીટ’ અને `ટુર મેનેજર્સ મીટ’ મને આજે પણ યાદ છે. તે સમયે અમે આજ કહેતાં હતાં, `ભગવાને આપણને જીવિત રાખ્યાં છે તો આ જીવનમાં કશુંક સારું કરીએ, કોવિડકાળમાં ઘરે બેસવાથી આપણને બરોબર સમજાઈ ગયું છે કે આપણે ટુરીઝમ માટે જ જન્મ્યાં છીએ. તે સિવાય આપણને બીજું કશું આવડતું નથી તો પછી ટુરીઝમમાં આપણા અસ્તિત્વનું સોનું શા માટે નહીં કરવું જોઈએ? અને આપણી પાસે ટુરીઝમ સિવાય કોઈવિકલ્પ નથી. આથી આપણે દરેકે પ્રત્યેક ક્ષણનું ચીઝ કરવું જોઈએ.

તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, ટુર મેનેજર હોય કે મેનેજમેન્ટ, લેટ્સ ડુ અવર બેસ્ટેસ્ટ બેસ્ટ.આપણે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં છીએ,પર્યટકોએ મનથી સેવા આપવી એ જ આપણું કામ છે. તેમના પ્રત્યે ક્નસર્ન હોવું મહત્ત્વનું છે. પરિસ્થિતિના આંચકાને આપણે એકત્ર મળીને ઝીલીએ, પરંતુ આપણાથી ભૂલ નહીં થાય તેનું ધ્યાન રાખીએ. કોવિડે કરાવેલા ભાનથી અમે ટેવાઈ ગયાં છીએ એવું મને લાગે છે, કારણ કે દરેક ટીમ મેમ્બર દરરોજ કાંઈક સારું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હજુ પરફેક્ટ સર્વિસની બાબતમાં બહુ લાંબી મજલ મારવાની હોવા છતાં સુધારણા થઈ રહી છે. પરફેકશન એ જર્ની છે, તેને ડેસ્ટિનેશન નથી. આથી ભૂલ થઈ તો તુરંત સુધારવાની, ફરી તે જ ભૂલ નહીં થાય તેથી બોર્ડર્સ સીલ કરવાની એ કામ સતત ચાલુ છે. `વી આર ઓન ધ રાઈટ ટ્રેક’ માં સમાધાન છે. બાકી પ્રયાસોની પરાકાષ્ઠા તો દરેકે કરવી જ પડે છે. એકંદરે `વિકલ્પ નહીં હોવો’ એ જ `વીણા વર્લ્ડ’ ની સફળતાનો (એટલે કે, અમુક નાની-મોટી સફળતાઆજ સુધી મેળવી છે તેનો) મંત્ર છે એવું હું આત્મવિશ્વાસથી કહી શકું છું. નો ઑપ્શન ઈઝ ધ બેસ્ટ ઑપ્શન!

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

ઘરમાંથી વાસ્તુદોષ દુર કરવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવો

વાટકી વ્યવહારની જગ્યાએ હવે પાડોસીઓમાં ફૂડ ટેસ્ટીંગ શરુ થયું છે. કોઈ નવી વાનગી મોકલાવે એટલે સમજી લેવાનું કે એ લોકો આ વસ્તુનો નવો ધંધો શરુ કરી રહ્યા છે. વળી આપણે જો એમ જ ક્સાહુ મોકલીએ તો પહેલેથી કહેવું પડે કે આ માત્ર ખાવા માટે નથી. અમે આવો કોઈ વ્યવસાય કરતા નથી. આવા વાતાવરણનો વિચાર જ કેટલો વિચિત્ર લાગે છે? પણ દરેક વ્યવહારમાં ગણતરીનો યુગ આવી રહ્યો છે. કોઈ અચાનક ભેટ આપે અને ડર લાગે કે હમણાં કશુંક માંગશે. એ ભારતીય વિચાર નથી. અન્ય માટે જીવવું એ નવી પેઢીને શીખવાડવું જરૂરી છે. કારણકે પાઠ્યપુસ્તક કદાચ એ નહિ સમજાવી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું પૈસાદાર લોકો ગુનો કરે તો એ ગુનો ન ગણાય? અમે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં પ્રોપર્ટીના ભાવ કરોડોમાં છે. હમણાં થોડા દિવસ પહેલા વહેલી સવારે એક સદસ્ય ચાલવા નીકળ્યા હતા. એ કમ્પાઉન્ડ વોલ પાસે ગયા. થોડી વાર આસપાસ જોયું અને પછી ધીમેથી વાંકા વળીને એક છોડ ચોરીને એમના કુર્તામાં સંતાડીને જતા રહ્યા. આવું બીજા દિવસે પણ કર્યું. થોડા સમય પહેલા એક પડોસીનો છોકરો ગાડીના પાર્ટ ચોરતા પકડાયો હતો. એક બહેન જીમમાં અન્યના પર્સમાંથી પૈસા ચોરતા પકડાયા. અન્ય એક પડોસી જેમના ઘરે રીપેરીંગ ચાલતું હોય ત્યાંથી ઇંટો, સિમેન્ટ, લાકડું, નળ ઉપાડી જાય છે. બીજા એક કામવાળીની મદદથી અન્યના ઘરના ફોટા મંગાવીને ચોરી કરાવે છે. શું આલોકોને કોઈ માનસિક રોગ હશે? કે પછી ચોરી કરીને જ બધું ભેગું કર્યું હશે?

જવાબ: કેટલાક લોકોનો ઉછેર અભાવમાં થયો હોય છે. જેના કારણે અન્યની વસ્તુઓની એમને ઈર્ષા આવે. અને એ ઉપાડી લે. કેટલાકને એવી બીમારી હોય કે એ ચોરી કરે. કેટલાકને ચોરી કરવામાં સાહસ લાગતું હોય. ગરીબ હોવું એ ગુનો નથી. પણ ચોરી તો ના જ કરાય. માંગીને લેવું એ અલગ વાત છે. વૈભવી મકાનમાં રહેવાથી મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. આવા લોકોથી ધ્રુણા કરવાના બદલે સાવચેત રહેવું વધારે જરૂરી છે. તમારી સોસાયટીમાં ચોરોની પણ વેરાયટી જોવા મળે છે. તો પણ બધા ચોર નહિ જ હોય. અગ્નિનો દોષ હોય ત્યારે આવી માનસિકતા આવી શકે.

સવાલ: અમે એક ફ્લેટ ખરીદ્યો. અમારા ગુરુજીએ કહ્યું કે એ વાસ્તુ આધારિત છે. પણ એ લીધા પછી ખબર પડી કે એમાં એક માજી રીબાઈને ગુજરી ગયા છે. વળી કેટલાક લોકો એવું પણ કહે છે કે એમનું મર્ડર થઇ ગયું છે. જો કે અમારા ગુરુજીએ પગલા પાડીને કહ્યું કે હવે આ ઘર પવિત્ર છે. પણ તો પણ તકલીફ ઘણી છે. અમે પગલા પાડવાની સારી એવી દક્ષિણા પણ આપી છે. તો આવું કેવી રીતે થાય?

જવાબ: પહેલી વાત તો જન્મ અને મૃત્યુ બંને નિશ્ચિત છે. દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ તો થયું જ હોય છે. મૃત્યુ સહજ છે. એટલે એને વાસ્તુદોષ ન ગણાય. હા, કોઈનું ખૂન થયું હોય તો એ નકારાત્મક ગણાય. પણ તમને એની ખાતરી નથી. વળી જે માણસ પગલા પડવાની તગડી ફી લેતો હોય એને ગુરુજી ન ગણાય. પગલા પાડવાથી કોઈ વાસ્તુદોષ દુર ન થાય. એના માટે કોઈ નિષ્ણાતની જ સલાહ લેવી જોઈએ. તમે અંધશ્રદ્ધા ધરાવો છો. એમાંથી બહાર આવી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવો.

સુચન : કોઈ મહારાજ કે ગુરુજી સર્ટીફીકેટ આપે એનાથી વાસ્તુદોષ દુર થતા નથી. આ વિષયને વૈજ્ઞાનિક રીતે સમજવો જરૂરી છે.

( આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૫ એપ્રિલ ૨૦૨૫

Chitralekha Gujarati – 05 May, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 25/04/2025