મુંબઈઃ ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર ઔરંગઝેબને લઈને વિવાદ થયો છે. એક દીવાલ પર લાગેલા પોસ્ટર પર કેટલાક લોકોએ કાળો કલર લગાવતાં ભારે હોબાળો થયો છે. આ ઘટનાના ઘણા વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો ઔરંગઝેબના પોસ્ટર પર કાળો કલર લગાવતાં નજરે પડે છે. પ્રારંભિક માહિતી અનુસાર હિન્દુ રક્ષા દળ નામના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારે જ રેલવે સ્ટેશન પર જ્યારે ઔરંગઝેબનું પેઇન્ટિંગ જોવા મળ્યું હતું, ત્યારે તાત્કાલિક તેને કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો.
હિન્દુ સંગઠનનું મિડિયા સાથે વાત કરતાં કહેવું છે કે મુસ્લિમ આક્રમણકર્તાનું પેઇન્ટિંગ સરકારી ઈમારત પર કેમ લગાવવામાં આવ્યું છે? તેને ક્યારેય મંજૂરી આપી નહીં શકાય. આ જ બાબતને લઈને વિવાદ શરૂ થયો અને કાળો કલર લગાવવામાં આવ્યો હતો.. ગાઝિયાબાદ પહેલાં પણ ઘણાં અન્ય શહેરોમાં ઔરંગઝેબને લઈને આવો જ વિવાદ જોવા મળ્યો હતો અને કેટલીક જગ્યાએ તો હિંસા પણ થઈ હતી. નાગપુરમાં તો પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો.
गाजियाबाद में औरंगजेब की तस्वीर को लेकर हंगामा
गाजियाबाद रेलवे स्टेशन पर प्लेटफार्म पर सुंदरता बढ़ाने के बनाई गई थी औरंगज़ेब की पेंटिंग,
हिंदू रक्षा दल के कार्यकर्ताओं ने तस्वीर पर पोती कालिख।
प्लेटफार्म पर बनी तस्वीरें को कालिख पोत की नारेबाजी। pic.twitter.com/2zCUFlbUyA
— Anuj chaudharyy ..Newsपोस्ट (@anuj8sahara) April 18, 2025
હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેના મૂળમાં અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ છે, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર તો બ્લોકબસ્ટર સાબિત થઈ જ હતી, પણ તેણે વિવાદને પણ જન્મ આપ્યો છે. આ ફિલ્મ જોવાથી બાદ ઘણા હિન્દુ સંગઠનોએ માગણી કરી હતી કે ઔરંગઝેબનું સમાધિ સ્થળ નાગપુરમાંથી હટાવવું જોઈએ. ત્યાર બાદમાં આ મુદ્દે ઘણી રાજકીય ટિપ્પણીઓ પણ શરૂ થઈ હતી. દિલ્હીમાં તો ભાજપે ઘણા રસ્તાનાં નામ બદલવાની માગણી કરી હતી અને કેટલાક નેતાઓએ તો પોતાના નિવાસ પર ઔરંગઝેબ રોડ લખાવવાનું પણ નકાર્યું હતું.
ઈન્સ્ટાગ્રામર્સ, યુ ટ્યુબર્સ, પોડકાસ્ટર્સ, ઈન્ફ્લુએન્સર્સ એમ બધા મળીને હાલમાં એક જ બાબતને પ્રમોટ કરી રહ્યા છે અને તે છે ટુરીઝમ. કોઈક ક્યાંક ગયા છે અને ત્યાંના મસ્ત-મસ્ત ફોટોઝ અને વિડિયોઝથી સોશિયલ મિડીયા ઊભરાઈ ગયું છે. જીવનમાં `સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ’ એવું કશું આપણને સતત જોઈતું હોય છે અને તે `લૂક ફોર્વર્ડ ટુ’ની બાબતમાં ટુરીઝમે અગ્રસ્થાન મેળવ્યું છે અને તેથી જ અમે કહીએ છીએ કે અમે ખુશીના બિઝનેસમાં છીએ. ચાળીસ વર્ષ આ ટુરીઝમમાં આપ્યા પછી એવું લાગે છે કે કોઈકે ક્યારેક ક્યાંક તો પર્યટન કરવું જ જોઈએ. ઘરનો ઊંબરો પાર કરવો, ગામનું ઘેલું પાછળ મૂકી દેવું, રાજ્યની બહાર શું છે તે જોવું, દેશની સીમા પાર કરવી, સાત સમુદ્ર પાર જવાની ઈચ્છા રાખવી. કારણ કે `દેશની બહાર નીકળવાથી ચાતુર્ય આવે છે’ એ કહેવત ટુરીઝમની શરૂઆત પણ થઈ નહોતી ત્યારની છે. જીવનમાં જે કાંઈક થોડી ઘણી સફળતા મેળવવા માટે મારી માનસિકતા તૈયાર થઈ છે તે ટુરીઝમને આભારી છે. આપણો ભારત અને દુનિયા ખૂંદી કાઢવાથી. આથી દરેકે ટુરીઝમને આપણી મહત્ત્વની જરૂરતોમાં સમાવિષ્ટ કરવું જોઈએ.
ગમે તેની જોડે જાઓ, ઈન્ડિવિજ્યુઅલી જાઓ, સોલો ટ્રાવેલર બનો, પણ રુટીનમાંથીબહાર નીકળો, નિસર્ગ પાસે જાઓ, મેનમેડ વંડર્સ જોઈને ચક થઈ જાઓ, ઈતિહાસમાં ઓતપ્રોત થઈ જાઓ, ભૂગોળનો ચમત્કાર અનુભવો, અલગ-અલગ રાજ્યોની, દેશોની લોકકળા-સંસ્કૃતિ-પરંપરા જોઈ કાઢો, આત્મવિશ્વાસ વધારો. આનંદિત યાદોનું લાઈવ આલ્બમ તૈયાર કરો. આપણામાંથી અનેક લોકો આ પીક સીઝનમાં પ્રવાસે નીકળશે. હાલમાં અમારા પણ હજારો પર્યટકો દેશ-વિદેશમાં પર્યટન કરી રહ્યા છે. એમ કહી શકાય કે, `હમણાં જ મળેલા સમાચાર અનુસાર…’જો તમે પર્યટન માટે બહાર નીકળવાના હોય તો ફલાણું ઢીંકણું કરવું. સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણી એનર્જી લેવલ હાઈ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે જરૂર હોય છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની.
શારીરિક સ્વાસ્થ્યમાં તુરંત આવો ઝાઝો ફેરફાર નહીં કરી શકાય બહુ-બહુ તો અમુક ઈન્સ્ટન્ટ એનર્જી ટેબ્લેટ્સ આપણા ફિઝિશિયનને પૂછીને જોડે રાખીએ તો, જેની સામે મારો વિરોધ છે, પણ ઈનકેસ. મારી દ્રષ્ટિથી પર્યટનમાં શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રાખવું હોય તો સૌથી મહત્ત્વનું, પૈસા વિનાનું, સાઈડ ઈફેક્ટ વિનાનું ટોનિક છે, `મનને પ્રસન્ન કરો.’ મન પ્રસન્ન તો શરીર સુદ્રઢ અને શરીર સુદ્રઢ હોય તો પર્યટનનો આનંદ બમણો, પૈસા વસૂલ.
બીજી બાબત છે આપણે જો પર્યટન પર નીકળ્યાં જ છીએ તો જરા રુઆબ મારીએ. પોતાના પર પ્રેમ કરીએ. સારા દેખાઈએ. બહુ ખર્ચ કરવો જોઈએ એવું કશું નથી, પરંતુ પોતાની પાસેનાં કપડાંઓમાં જ સારાં-સારાં કોમ્બિનેશન્સ બનાવીએ. હજુ ખરીદી કરી નહીં હોય તો સારી બ્રાન્ડની મિડસાઈઝ ફોર વ્હીલર સૂટકેસ અથવા તેની જ નાની સ્ટ્રોલર જે વિમાનમાં કેબિનમાં જોડે લઈ શકાય અને એક ક્રોસ શોલ્ડર પર્સ અથવા નાની હેવરસકનો સેટ કરી રાખવાનો. હું મારો અડધો વિશ્વપ્રવાસ ફક્ત કેબિન બેગ, તેની પર ટોટ બેગ અને ક્રોસ શોલ્ડર પર્સ પર કર્યો છે અને છતાં સ્માર્ટ ટ્રાવેલરનો લૂક અબાધિત રાખ્યો છે વારુ. એક વાર પર્યટનની આદત પડે એટલે આપણે ઘરમાં શાંત બેસી નહીં રહી શકીએ. આથી જ સારી બેગોના સેટ સાથે બીજી બાબતોના સેટ્સ આપણે જોડે રાખવા જોઈએ. જેમ કે, એકદમ કમ્ફર્ટેબલ સ્પોર્ટસ શૂઝ, સ્ટાઈલિશ સનગ્લાસીસ, ઘડી કરી શકાય એવી સ્માર્ટ હેટ, બોલીવૂડ સ્ટાર્સ જેવા ફોટો કાઢવાના હોય છે ને! તમે વિદેશમાં જવાના હોય અને વિમાન પ્રવાસ મોટો હોય તો ખાસ વિમાન પ્રવાસ માટે થોડાં લૂઝ કપડાં પહેરો. આજકાલ કોડસેટ્સ નીકળ્યા છે તે સારા છે. વિમાન પ્રવાસમાં પગમાં સોક્સ અને શરીર પર જેકેટ અથવા સારું સ્વેટર પહેરી જ લેવું જોઈએ. ક્યારેક-ક્યારેક વિમાનમાંનું ટેમ્પરેચર બહુ ઠંડું હોય છે. ઓઢણીવાળા પંજાબી ડ્રેસ-સાડીને પ્રવાસમાં પહેરશો નહીં. મોકળાશથી ફરવાનું ફાવવું જોઈએ. આપણા હાથ કેમેરા પર અને આંખો આસપાસમાં હોવી જોઈએ. સારા સ્માર્ટફોન અને ઈન્ટરનેશનલ રોમિંગ કાર્ડ પણ મસ્ટ છે અને મહત્ત્વની વાત એ છે કે ફોન ખોવાય નહીં તે માટે ફોન લટકાવવા માટે ક્રોસ શોલ્ડર સ્લિંગ બેગ લેવી જોઈએ. તમારા ક્રોસ શોલ્ડર પર્સમાં જાય એવી નાની વોટર બોટલ પણ જોડે રાખવી. વિદેશ પ્રવાસ હોય તો પાસપોર્ટ પણ મહત્ત્વનો છે અને જોખમની વસ્તુ છે. તેનું ધ્યાન રાખવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પાસપોર્ટ પાઉચમાં પાસપોર્ટ નાખીને તે કપડાની અંદર રાખવાનું ઘણા લોકો પસંદ કરતા હોય છે. જો કે આપણને આપણાં કપડાંનો લૂક ખરાબ કરવાનો નહીં હોય ને, તેથી પછી ક્રોસ શોલ્ડર પર્સ અથવા નાના હેવરસકમાં એકદમ અંદરના ખાનામાં પાસપોર્ટ અને કરન્સી રાખવાનું સારું રહે છે. પર્સ ક્યારેય આપણાથી દૂર નહીં કરવાનું. આંખોનો પલકારો થાય ત્યાં તમારું પર્સ તમારી પાસેથી પડાવી લેવાની અનેક ઘટનાઓ હવે દેશમાં- દુનિયામાં ક્યાંય પણ ક્યારેય પણ બની રહી છે. આથી સાવધાની રાખવાનું આપણું કામ છે.
AI generated pic
કપડાં કયાં લેવાં તે બાબતમાં હવે બહુ અવેરનેસ આવ્યો છે. નાની ઘડી થાય,બેગમાં ઓછી જગ્યા વ્યાપ્ત કરે, મિક્સ એન્ડ મેચ કરીને ફ્રેશ સ્માર્ટ લૂક આપનારાં કપડાં હોવાં જોઈએ. પર્યટકો હવે ઠંડી હવાના પ્રદેશ માટે અને ટ્રોપિકલ અથવા થોડા વોર્મ ડેસ્ટિનેશનવાળા પ્રદેશ માટે બે સેટ્સ તૈયાર જ કરીને રાખવા લાગ્યા છે. જ્યાં જવાનું હોય ત્યાંનું હવામાન જોવા તે સેટ જોડે લઈને નીકળવું એ વ્યવહારથી પર્યટકો એકદમ ટેવાઈ ગયા છે. એક્ચ્યુઅલ પર્યટન ચાલુ હોય ત્યારે ફોટોઝ કાઢવા, ફોટો રૂપમાં યાદો ભેગી કરવી એ આપણા પર્યટનનો પાયો હોવા છતાં આપણે પર્યટન સ્થળે ગયા પછી આપણી આંખે તે બાબત જોવાને અગ્રતા આપવી જોઈએ. એક બે ફોટો કાઢ્યા પછી મોબાઈલ અંદર રાખવો. આંખોમાં તે સૌંદર્યનો સંગ્રહ કરીને, કાન-નાક-આંખ ટચ-ફીલ આ બધું મળીને તે પર્યટન સ્થળની મજા લઈએ. તે માટે જ તો આટલા પૈસા અને સમય ખર્ચ કરીને આપણે ત્યાં જઈ રહ્યા છીએ. `ખાઉં કે નહીં, જાઉં કે નહીં, લઉં કે નહીં’ આ મેં નિર્માણ કરેલી એક થિયરી છે, જે પર્યટનમાં બહુ ઉપયોગી થાય છે. પ્રવાસમાં શરીર હલકું હોવું જરૂરી છે, જેથી `ખાઉં કે નહીં’ એવો પ્રશ્ન આવે તો ખાવાનું રોકી દેવાનું. બસ જ્યારે ટોઈલેટ હોલ્ટ માટે ઊભી રહે છે ત્યારે આપણે `ખાઉં કે નહીં’ એવો `ટુ બી ઓર નોટ ટુ બી’નો ઊંડો વિચાર કરવા લાગીએ તે સમયે આ સાદી બાબત માટે આટલો વિચાર કરવાની જરૂર નથી એ ધ્યાનમાં લઈને જઈ આવવાનું, નહિતર બને એવું કે આપણે જરૂર નથી એવું માનીને બસમાં બેસીએ છીએ, બધા જઈને પાછા આવે ત્યારે આપણું મન કચવાટ કરે છે અને આપણે `હમણાં જ પાછો આવું છું’ કહીને જઈએ અને બધા અટવાઈ જાય છે. ત્રીજી બાબત ખરીદીની છે. `લઉં કે નહીં’ એવું લાગે એટલે કિંમત ક્વોલિટી જોઈને તે વસ્તુ ખરીદી કરી નાખવી જોઈએ. આગળ જતાં તે વસ્તુ તેવી જ મળશે કે તેની શું ગેરન્ટી. તે પ્રવાસમાં આપણે મન ખાટું નહીં કરી લેવું જોઈએ.
AI generated picture
આપણે જે સમયે પર્યટન કરીએ ત્યારે આપણે આપણા ભારતનું પ્રતિનિધિત્વ કરતાં હોઈએ છીએ. આપણે એક પર્યટક તરીકે કેવી વર્તણૂક કરીએ તેની પર સંપૂર્ણ ભારત વિશેનો મત આપણે વિદેશમાં નિર્માણ કરીએ છીએ. આથી ત્યાંના નીતિ-નિયમો અને ઈન્ટરનેશનલ નોર્મ્સનું પાલન કરવું તે આપણી ફરજ બની જાય છે. એક વાર હું શરૂઆતમાં વિમાનમાં `સીટ બેલ્ટ્સ ઓન’ની સાઈન ચાલુ હતી ત્યારે ઉપરની કેબિન બેગમાંથી કાંઈક લેવા માટે ઊભી રહી અને તે સુપરવાઈઝર મારી પર એટલો જોરથી રીતસર ચીસ પાડી ઊઠ્યો કે મારી હાલત કફોડી બની ગઈ. અર્થાત ફરી જીવનમાં ક્યારેયતે ભૂલ મેં કરી નહીં. એકવાર અલાસ્કાના કેટકિચન આઈલેન્ડ પર અમે એક શો જોતાં હતાં. નાના-નાના બાળકો મસ્ત પરફોર્મન્સ આપતા હતા. શો પૂરો થયા પછી તેમાંની સુપર પરફોર્મન્સવાળી છોકરીને મેં હેન્ડશેક કરીને કોંગ્રેચ્યુલેશન કર્યું અને તેની માતા મારી પર ભડકી, `ડોન્ટ ટચ માય ચાઈલ્ડ.’ હું હચમચી ગઈ. તે સમયથી સમ ખાધા છે કે આ રીતે કોઈને હેન્ડશેક કરવું, ગાલ ખેંચવા વગેરે આપણું ભારતીય વહાલ આપણી પાસે જ રાખવાનું. એકવાર અમેરિકામાં ઓર્લેન્ડો ડિઝની પાર્કમાં લાઈનમાં ઊભી હતી ત્યારે અમારામાંથી એક કપલમાં તૂ-તૂ મૈં-મૈં શરૂ થઈ. ત્યાંની પોલીસ બંનેને લઈ ગઈ. તેમનો ગુનો એ જ કે `સોશિયલ ડેકોરમ’ બગાડ્યું. એકવાર ન્યૂઝીલેન્ડમાં આ રીતે જ તૂ-તૂ મૈં-મૈં થઈ. ત્યાં પતિને એક જેલમાં, જ્યારે પત્નીની બીજી જેલમાં રાખી. આઠ દિવસ તેઓ જેલમાં હતાં. પોલીસનું કહેવું હતું કે તે બંને એકત્ર રહે એ યોગ્ય નથી. આપણું મોટા અવાજે બોલવું અથવા તૂ-તૂ મૈં-મૈં આ રીતે મુશ્કેલી લાવે છે. આજકાલ આવી હમરી તુમરી એરપોર્ટ પર કરવામાં આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એવા બોર્ડ તમે જોયા હશે. થોડાં સમય પૂર્વે એક ટુર પરથી એક હોટેલનો મેસેજ આવ્યો, `તમારા ગ્રુપમાંના બે રૂમ્સ પર્યટકો અત્યંત ડર્ટી સ્વરૂપમાં છોડી ગયાં છે. અમે હવે ઈન્ડિયન ગ્રુપ્સને હોટેલ આપવી કે નહીં તેનો વિચાર કરી રહ્યા છીએ.’ એક બે જણનું બિહેવિયર આખા દેશને નુકસાન કરે છે. આથી આપણે દરેકે પોતાનો રૂમ સ્વચ્છ સ્વરૂપમાં છોડીએ તો આપણા દેશનું નામ અવ્વલ રાખવામાં નિશ્ચિત જ મદદ કરી શકીએ.
હાલમાં જમાનો એકદમ અનપ્રેડિક્ટેબલ થઈ ગયો છે. ફ્લાઈટ કેન્સલ થવી, ડીલે થવી, મિસ થવી, એકાદ સાઈટ સીઈંગ વી.આઈ.પી. મુવમેન્ટને લીધે અથવા અનિવાર્ય કારણસર બંધ થવી, ઓવર ટુરીઝમને લીધે ગિરદી થવી, ઠંડો પવન, વરસાદથી આપણા દિવસનો નિત્યક્રમ બગડવો, એરલાઈનમાં બેગ ખોવાઈ જવી, એકાદ ઠેકાણેના નિયમ બદલાઈ જવા, આ આપણા કંટ્રોલની બહારની બાબતો હોય છે. આવા સમયે પેશન્સ અને પોઝિટિવ એપ્રોચ બહુ મહત્ત્વનો હોય છે. આથી આપણા બધા ગ્રંથ પુરાણમાં શીખવ્યા પ્રમાણે એક એટિટ્યુડ અંગીકાર કરીએ, `સ્વીકાર લો’અને પછી આગળ વધીએ. ગમે તેટલી મોટી મુશ્કેલી હોય તો પણ માર્ગ નીકળે છે. ચાળીસ વર્ષનો મારો અનુભવ છે. સો… હેપ્પી જર્ની, ડોન્ટ વરી, બી હેપ્પી! હકુના મટાટા!
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
ફ્લોરિડાઃ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક શખસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, આ ઘટનામાં બે લોકોનાં મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આં ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
કેમ્પસ પોલીસે તાત્કાલિક શૂટર સામે કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહીમાં શૂટર ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે એમ અહેવાલ કહે છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર કરનાર શખસની ઓળખ ફોનિક્સ એકનર તરીકે થઈ છે. ઇકનરની ઉંમર માત્ર 20 વર્ષ છે, તેની માતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. પોલીસે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ એક ભયાનક ઘટના છે, આવી ઘટનાઓ બની રહી છે એ દુઃખદ છે. આ ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસ અને આજુબાજુના વિસ્તારોમાં ડરનો માહોલ છે. ગોળીબારની ઘટના બાદ યુનિવર્સિટીમાં ક્લાસ અને અન્ય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
કોણ છે શૂટર ફોનિક્સ ઇકનર?
શૂટર ફોનિક્સ ઇકનર લિયોન કાઉન્ટી શેરિફના ડેપ્યુટી જેસિકા ઇકનરનો દીકરો છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુથ એડવાઇઝરી કાઉન્સિલનો ભાગ છે. પોલીસે જણાવ્યું હતું કે ઇકનરે ગોળીબાર માટે ડેપ્યુટી જેસિકાના હથિયારનો ઉપયોગ કર્યો હતો, અને આ હથિયાર ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું.
આ અધિકારીઓએ શંકાસ્પદ ફોનિક્સ ઇકનરને ઓળખી કાઢ્યાના થોડા સમય બાદ તેની સાથે જોડાયેલી સોશિયલ મિડિયા પ્રોફાઇલ્સ ઓનલાઇન શેર કરવામાં આવી રહી છે. X પરની પોસ્ટ્સના સ્ક્રીનશોટમાં તે FSU કેમ્પસ નજીક ટ્રમ્પવિરોધી પ્રદર્શનોમાં થયાં છે.
દર વર્ષે 18 એપ્રિલે વિશ્વ વારસા દિવસ (World Heritage Day) ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના દેશોના ભૂતકાળ, સંસ્કૃતિ અને કલાના પુરાવાઓને સાચવવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ વારસાઓને વિશ્વમાં પ્રખ્યાત બનાવીને, સાંસ્કૃતિક એકતા અને પર્યટનને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ભલે વિવિધ વિશ્વ પ્રસિદ્ધ વારસાઓ છે, ભારત આવા ઐતિહાસિક, કુદરતી અને સાંસ્કૃતિક વારસાઓથી પણ સમૃદ્ધ છે. ભારતમાં હાલમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા 43 વર્લ્ડ હેરિટેજ સ્થળોમાં 35 સાંસ્કૃતિક, સાત કુદરતી અને એક મિશ્ર સ્થળનો સમાવેશ થાય છે.
ભારતમાં પહેલી વાર મહારાષ્ટ્રની એલોરા ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી. જ્યારે આસામમાં સ્થિત મોઇદામ (અહોમ રાજવંશનો ટેકરો) 43મું વિશ્વ ધરોહર છે. વિશ્વ વારસા દિવસ નિમિત્તે, યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા ભારતના તમામ વિશ્વ વારસા સ્થળોની યાદી અહીં છે.
ભારતમાં વિશ્વ ધરોહર સ્થળોની યાદી
1.ઈલોરા ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. તેને 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું હતું.
2.આગ્રાનો લાલ કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલો છે. લાલ કિલ્લાને 1983 માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
3.મહારાષ્ટ્રમાં આવેલી અજંતા ગુફાઓને 1983 માં વિશ્વ ધરોહર સ્થળ બનાવવામાં આવ્યું હતું.
4.1983માં ઉત્તર પ્રદેશના તાજમહેલને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું.
5.તમિલનાડુમાં આવેલા મહાબલીપુરમ સ્મારકને 1984 માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
6.ઓરિસ્સાના કોણાર્ક ખાતે આવેલા સૂર્ય મંદિરને 1984માં યુનેસ્કો હેરિટેજ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
7.આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને 1985માં વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
8.રાજસ્થાનમાં સ્થિત કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને 1985 માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
9.આસામના માનસ વન્યજીવન અભયારણ્યને 1985 માં વારસો જાહેર કરવામાં આવ્યું હતું.
10.મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહો સ્મારકોના સમૂહને 1986માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
11. ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીને 1986માં વારસો જાહેર કરવામાં આવ્યો હતો.
12. કર્ણાટકના હમ્પી શહેરમાં સ્થિત સ્મારકોને 1986 માં ભારતીય વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
13. ગોવાના ચર્ચ અને કોન્વેન્ટ્સને 1986માં વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
14. 1987 માં કર્ણાટકના પટ્ટાદકલ ખાતેના સ્મારકોના સમૂહને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું.
15. મહારાષ્ટ્રની એલિફન્ટા ગુફાઓને 1987માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
16. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળને 1987 માં વારસો જાહેર કરવામાં આવ્યું હતું.
17. 1987 માં તમિલનાડુના ચોલ મંદિરોને વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યા હતા.
18. ઉત્તરાખંડના નંદા દેવી અને ફૂલોની ખીણ રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
19. મધ્યપ્રદેશમાં સાંચીના બૌદ્ધ સ્મારકને 1989માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
20. દિલ્હીમાં હુમાયુનો મકબરો પણ એક વિશ્વ ધરોહર છે.
21. કુતુબ મિનાર અને દિલ્હીના સ્મારકોને 1993 માં વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યા હતા.
22. ભારતના પર્વતીય રેલ્વેને 1994 માં વિવિધ ભારતીય રાજ્યોમાં વિશ્વ વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
23. બિહારના બોધ ગયામાં આવેલ મહાબોધિ મંદિર સંકુલને 2002 માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
24. મધ્યપ્રદેશના ભીમબેટકાને 2003 માં વિશ્વ ધરોહર સ્થળ બનાવવામાં આવ્યું હતું.
25. ગુજરાતના ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને વારસાની યાદીમાં સમાવવામાં આવ્યો.
26. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી ટર્મિનલને 2004માં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
27. દિલ્હીના લાલ કિલ્લા સંકુલને 2007 માં વિશ્વ ધરોહર સ્થળ બનાવવામાં આવ્યું હતું.
28. રાજસ્થાનના જયપુર જંતર મંતરને 2010 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું હતું.
29. 2012 માં વિવિધ ભારતીય રાજ્યો (મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ) દ્વારા પશ્ચિમ ઘાટને વારસા સ્થળ બનાવવામાં આવ્યું છે.
૩૦. રાજસ્થાનના પહાડી કિલ્લાઓને ભારતના વિશ્વ પ્રસિદ્ધ વારસાનો ભાગ બનાવવામાં આવ્યા છે.
31. ગુજરાતના પાટણમાં આવેલી રાની કી વાવ (રાની કી બાવડી) ને વર્ષ 2014 માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઉમેરવામાં આવી હતી.
32. હિમાચલ પ્રદેશના ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કને વર્ષ 2014 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું હતું.
33. 2016 માં, ચંદીગઢના કેપિટલ કોમ્પ્લેક્સને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવ્યું હતું.
34. સિક્કિમના કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાનને વર્ષ 2016 માં વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
35. બિહારમાં નાલંદા મહાવિહારના પુરાતત્વીય સ્થળને વિશ્વ ધરોહર સ્થળ બનાવવામાં આવ્યું.
36. ગુજરાતના ઐતિહાસિક શહેર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
37. મુંબઈ, મહારાષ્ટ્રમાં સ્થિત વિક્ટોરિયન ગોથિકને 2018 માં વારસો જાહેર કરવામાં આવ્યો હતો.
38. રાજસ્થાનનું જયપુર શહેર એક વિશ્વ ધરોહર છે.
39. 2021 માં તેલંગાણાના કાલેશ્વર (રામપ્પા) મંદિરને વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરો.
40. ગુજરાતના ધોળાવીરાને 2021 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવવામાં આવ્યું હતું.
41. પશ્ચિમ બંગાળનું શાંતિ નિકેતન એક સાંસ્કૃતિક વિશ્વ વારસો છે, જેને 2023 માં યુનેસ્કો દ્વારા વારસાની યાદીમાં સામેલ કરવામાં આવશે.
42. કર્ણાટકના હોયસાલાઓના પવિત્ર જૂથને 2023 માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવશે.
૪૩. 2024 માં, આસામ રાજ્યમાં સ્થિત અહોમ રાજવંશના મોઇદામ (દફન પ્રણાલી) ટેકરાને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવશે.
સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ઓદ્યૌગિક વિસ્તારમાં SOGની ટીમે ત્રણ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ અને બી.એ સુધી અભ્યાસ કરનાર ત્રણ બોગસ ડોકટરની ધરપકડ કરી હતી. જ્યારે ઉમરપાડા પોલીસે ત્રણ રસ્તા પાસે નેચરોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપથીનો અભ્યાસ કરી ડિગ્રી કે પ્રમાણપત્ર વિના દવાખાનું ચલાવતા 51 વર્ષના પ્રૌઢની ધરપકડ કરી હતી.
સુરત જિલ્લા SOGની ટીમે ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સચિન પટેલને સાથે રાખીને તાતીથૈયા ગામે સોની પાર્ક-01માં ઓમ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. અહી પ્રેકટિસ કરતા સૌરભ શ્યામલ બિસ્વાસ પાસે ડોકટરની કોઈ માન્ય ડિગ્રી નહોતી. પોલીસે તેની ધરપકડ કરી મેડિકલનાં સાધનો તેમ જ દવા મળી કુલ 9802 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
ત્યાર બાદ ટીમે સોની પાર્ક-02માં ઓમ ક્લિનિકમાં રેડ કરી મિલન માખુમલાલ બિસ્વાસની ડોકટરની પ્રેક્ટિસ કરતા ધરપકડ કરી હતી. તેણે ધો-10 સુધી અભ્યાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી 4391 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો, જ્યારે સોની પાર્ક-02માં આવેલા સુકન રેસિડેન્સીમાં સિકદાર ક્લિનિકમાં ડોક્ટર પ્રસનજિત શાંતા સિકદારની તપાસ કરતાં તે ધો.12 સુધી ભણેલો હોવાનું બહાર આવતાં ધરપકડ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી 13,895 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. તમામ બોગસ ડોકટર વિરુદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
આ સાથે ઉમરપાડા ત્રણ રસ્તા પાસે આસ્થા દવાખાનામાંથી બની બેઠેલા ડોક્ટર કાંતિલાલ દામજીભાઈ વસાવાની ધરપકડ કરી છે. કાંતિ વસાવાએ ધોરણ-12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો હતો. તેણે નેચરોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપોથીનો અભ્યાસ કરેલો અને એકાદ વર્ષથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે દવા તેમજ મેડિકલ સાધનો સાથે કુલ 5243 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાંતિલાલ વસાવાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત, જે મહિલાઓ અને બાળકીઓ માટે સુરક્ષિત ગણાય છે, ત્યાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં સુરતની એક યુવતી સાથે સ્લીપર કોચ બસમાં દુષ્કર્મની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.
જાણકારી અનુસાર, સુરતની આ યુવતી રાજકોટની એક હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી. તે પોતાના ઘરે સુરત પરત ફરવા માટે સ્લીપર કોચ બસમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન, આરોપી વિજય બારડ, જે મૂળ ગીર-સોમનાથનો રહેવાસી છે, તેણે યુવતીનો પીછો કર્યો અને તેની પાછળ બસમાં ચઢી ગયો. બસમાં યુવતી એકલી હોવાનો લાભ લઈને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. નોંધપાત્ર છે કે આરોપી યુવતીની હોસ્ટેલમાં જ કામ કરતો હતો અને બંને વચ્ચે પહેલેથી જ પરિચય હતો.
ઘટના બાદ યુવતી સુરત પહોંચી ત્યારે તેણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી. પોલીસે યુવતીનું નિવેદન નોંધીને તેને શારીરિક તપાસ માટે હોસ્પિટલમાં મોકલી. આ મામલે વધુ તપાસ ચાલુ છે, પરંતુ આરોપી વિજય બારડ હજુ ફરાર છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે વ્યાપક ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત જેવા રાજ્યમાં, જ્યાં મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે, ત્યાં આવી ઘટના ચિંતાજનક છે. પોલીસ પર આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું છે. આ ઘટના મહિલાઓની સુરક્ષા અને જાહેર પરિવહનમાં સલામતીના પગલાંને લઈને મહત્વના પ્રશ્નો ઉભા કરે છે.
પ્રશ્ન: પ્રેગ્નન્સી સમયે મારું વજન સારુંએવું વધ્યું હતું, જે હવે પાંચ મહિના થયા હોવા છતાં પણ ઘટતું નથી. આવા સમયે મારે કયા પ્રકારનું ડાયેટિંગ કરવું જોઈએ?
– ગોપી ઠક્કર (અમદાવાદ)
ઉત્તર: સૌપ્રથમ તો પ્રેગ્નન્સી સમયે વજન વધવું એ સારી બાબત છે, કારણ કે એ ગર્ભસ્થ બાળક બરાબર વિકસી રહ્યું છે એની નિશાની છે. અલબત્ત, ડિલિવરી બાદ થોડા સમયે વજન ઘટે એ પણ જરૂરી છે. ઘણી સ્ત્રીને બાળકના જન્મ પછી પણ વજન ન ઘટવાની ફરિયાદ હોય છે તો કેટલાક કિસ્સામાં સ્ત્રીનું ગર્ભાવસ્થા દરમિયાન વધેલું વજન ક્યારેય ઓછું થતું જ નથી.
શરૂઆતના મહિનાઓમાં એટલે કે ડિલિવરી પછી નવજાત શિશુને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું હોય ત્યારે ડાયેટિંગ કરવું યોગ્ય નથી, કારણ કે એનાથી બાળકને ફીડ ઓછું થવાના ચાન્સ રહેશે, પરંતુ હા, તમે વધુપડતો ચરબીયુક્ત આહાર લેતાં હો તો એ ટાળવો જરૂરી છે. આ ગાળામાં બહારનો આહાર ન લો, ખાસ તો ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ બિલકુલ ન લો એ જરૂરી છે. તમને નૉર્મલ ડિલિવરી થઈ હોય તો તમે નિયમિત એક્સરસાઈઝ તેમ જ વૉકિંગ શરૂ કરી શકો, પણ સિઝેરિયન કરાવવું પડ્યું હોય તો છ મહિના પછી ડૉક્ટરની સલાહ મુજબ હળવી કસરત શરૂ કરી શકાય. વૉકિંગ તો તમે આ સ્થિતિમાં પણ કરી જ શકશો.
એટલું નક્કી છે કે વધતા વજન પ્રત્યે જાગ્રત રહેવાની ચોક્કસ જરૂર છે, જેથી બ્રેસ્ટ ફીડ કરાવવાનું બંધ થાય એ પછી તરત જ તમે ડાયેટિંગ તેમ જ એક્સરસાઈઝ બન્નેની મદદથી તમારું યોગ્ય વજન મેળવી શકો.
પ્રશ્ન: મને ડાયાબિટીસ છે. સવાર-સાંજ મને ફ્રૂટ્સ ખાવાની આદત છે, તો ફ્રૂટ્સમાં રહેલી મીઠાશ મારું સુગર વધારી શકે?
– હંસા કતીરા (રાજકોટ)
ઉત્તર: ફ્રૂટ્સમાં રહેલી સુગર એ ફ્રૂક્ટોઝ છે, જે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ ફ્રૂટ્સ લઈ શકે, પરંતુ અમુક પ્રમાણમાં જ. જે ફ્રૂટ્સની ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછી છે એટલે કે ઓછા ગળપણવાળાં તેમ જ ઓછાં જ્યુસી ફ્રૂટ્સ થોડી માત્રામાં લઈ શકાય. ઍપલ, પેરુ, જામફળ, જાંબુ, ડ્રેગનફ્રૂટ, પપૈયા, સ્ટ્રોબેરી, બોર, વગેરે મળીને અંદાજે ૧૦૦ ગ્રામ જેટલાં ફ્રૂટ્સ લો એ હિતાવહ છે. તરબૂચ, ટેટી, કેરી જેવાં ફ્રૂટ ખાતાં હો તો એ થોડાં ઓછાં લેવાં.
વધુપડતા ગળપણ ધરાવતાં ચીકુ, સીતાફળ, દ્રાક્ષ, કેળાં જેવાં ફ્રૂટ્સનો ઉપયોગ ટાળવો અને ફ્રૂટ જ્યુસ તો બિલકુલ ન લેવાં. ફ્રૂટ્સમાં વિટામિન તેમ જ ફાઈબર્સ ઉપરાંત ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ હોય છે. તંદુરસ્તી જાળવવા માટે એ ઉપયોગી છે, પરંતુ ડાયાબિટીસમાં વધુ ફ્રૂટ લેવાય તો એ ચોક્કસ સુગર વધારે છે. ટૂંકમાં, એનું પ્રમાણભાન જાળવવું રહ્યું. મિડ મીલમાં એટલે કે સવારના નાસ્તા તેમ જ લંચની વચ્ચે અથવા તો સાંજના ડિનર પહેલાં, દિવસ દરમિયાન ફક્ત એક વખત ફ્રૂટ લેવું.
પ્રશ્ન: મારાં બાળકોને હું એમનાં ભાવતાં ભોજન આપું અને તંદુરસ્ત આહાર પણ હોય એવી ગોઠવણ કઈ રીતે કરી શકાય?
– અનિતા રાજપૂત (મુંબઈ)
ઉત્તર: બાળકોની ઉંમર તો આમ પણ ભાવતું ખાવાની તેમ જ મોજમસ્તી કરવાની છે આથી એમના આહારમાં કોઈ રોકટોક વાજબી નથી. જો કે હા, એ ચોક્કસ છે કે બાળકો આપણો પારંપરિક આહાર જ આરોગે.
આજકાલ ઈટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન, થાઈ, વગેરે વરાઈટીનો ક્રેઝ ખૂબ વધ્યો છે. આવાં ફૅન્સી ફૂડની અવગણના કરવી જરૂરી નથી, પણ એમાં રિસ્ટ્રિક્શન મૂકવું જોઈએ, જેથી ટ્રેડિશનલ ફૂડનું મહત્ત્વ જળવાઈ રહે. અઠવાડિયામાં એક વખત એમને ફૅન્સી ફૂડ લેવાની છૂટ આપો એટલે કે બનાવી આપો, પણ બાકીના દિવસોમાં એ આપણો ઘરનો, ઘરની સ્ટાઈલ પ્રમાણેનો આહાર લે એવો આગ્રહ ચોક્કસ રાખવો. બહારનાં કોલ્ડ ડ્રિન્ક્સ કે ફિઝી ડ્રિન્ક્સની જગ્યાએ ઘરે જ્યુસર વસાવો અને બાળકોને જાતે જ્યૂસ બનાવીને પીવા માટે પ્રોત્સાહિત કરો, જેથી એમને નવી પ્રવૃત્તિ સાથે હેલ્ધી ડ્રિન્ક લેવાની ટેવ પડે.
પ્રશ્ન: પ્રોબાયોટિક્સ એટલે શું? એ શેમાં હોય છે? બજારમાં મળતા પ્રોબાયોટિક્સ સિવાય આપણને એ શેમાંથી મળે છે, જણાવશો?
– પ્રકાશ દવે (ભાવનગર)
ઉત્તર: પ્રોબાયોટિક્સ એ સારા પ્રકારના બૅક્ટેરિયા છે, જે આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે, એમાં પણ ખાસ પેટને લગતી તકલીફોને સુધારવામાં મદદ કરે છે. આપણા શરીરમાં લાખો બૅક્ટેરિયા હોય છે, જેમાં સારા અને નુકસાનકારક બન્ને પ્રકારના છે. પ્રોબાયોટિક્સ દ્વારા ખરાબ પ્રકારના બૅક્ટેરિયાનો નાશ થાય છે આથી પ્રોબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં પ્રોબાયોટિક્સ તૈયાર મળે જ છે, પરંતુ ઘરનું બનેલું દહીં એ બેસ્ટ પ્રોબાયોટિક્સ છે. એનો ઉપયોગ છાશ કે લસ્સીના સ્વરૂપમાં પણ કરી શકાય.
પેટને લગતી તકલીફો કે ડાયેરિયા જેવી સ્થિતિમાં એટલે જ દહીંનો ઉપયોગ કરવાનું ડૉક્ટર્સ કે ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવે છે. પ્રોબાયોટિક્સ વિટામિન-બીનું નિયમન કરવા ઉપરાંત શરીરને જરૂરી પોષણ પણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એના ઉપયોગથી ઍસિડિટીનું જોખમ ઘટે છે. આથી જ દહીં તેમ જ છાશને ધરતી પરનું અમૃત કહેવાય છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં લેન્ડ જિહાદનો મામલો સામે આવ્યો છે. ભોપાલના અતિ VVIP વિસ્તારમાં કબર જેવી મજારો બનાવવામાં આવી છે. એવો દાવો હિંદુ સંસ્થાઓએ કર્યો છે. સરકારી મકાનની અંદર બે મજારો બનાવી દેવામાં આવી છે. સરકારી તંત્ર પૂરેપૂરું સૂતું રહ્યું છે. અધિકારીઓના નાક નીચે જ VVIP વિસ્તારમાં ગેરકાયદે મજાર બાંધવામાં આવી છે.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના VVIP વિસ્તારના 1250 ક્વાર્ટર તરીકે ઓળખાતા વિસ્તારમાં લગભગ 90 ટકા સરકારી મકાનો છે. અહીં ક્લાસ-1થી માંડીને ક્લાસ-3 સ્તરના સરકારી કર્મચારીઓ રહે છે. આવા સરકારી મકાનના આંગણે બનેલી મજારોને કારણે હિંદુ સંસ્થાઓમાં નારાજગી જોવા મળી છે. સ્થાનિક લોકો કહે છે કે આ મજારો વર્ષોથી અહીં છે. એક મહિલાએ જણાવ્યું હતું કે અગાઉ આ ઘર એક મુસ્લિમ કર્મચારીને ફાળવવામાં આવ્યું હતું.
વર્ષોથી આ વિસ્તારમાં સરકારી મકાનમાં લોકો રહેતા આવ્યા છે. આ કબર મજારો જેવી છે. બહુ પહેલાં બાંધી દેવામાં આવી હતી, પણ હિંદુ સંસ્થાનું માનવું છે કે આ મજારો આ મકાનમાં રહેતા મુસ્લિમ પરિવાર દ્વારા બનાવી દેવામાં આવી છે. એ કારણે હિંદુ સંસ્થાઓએ વહીવટી તંત્રને ફરિયાદ પણ કરી છે. આ ફરિયાદની એક નકલ પણ સામે આવી છે.
આ મજાર હાલમાં બાંધવામાં આવી છે કે જૂની છે તે અંગે જિલ્લા વહીવટી તંત્ર તપાસ કર્યા બાદ નિર્ણય લેશે. હાલ આ મુદ્દા પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે. શા માટે સરકારી જમીન પર, સરકારી મકાનની અંદર આ રીતે મજાર બાંધી શકાય? શું ત્યારે સરકારના પ્રતિનિધિઓએ કોઈ ફરિયાદ નહોતી નોંધાવી? જો આ મજાર જૂની હતી તો એની બાજુમાં સરકારી ઈમારત કેવી રીતે ઊભી થઈ?
સરકારના મંત્રી કૈલાશ સારંગીએ જણાવ્યું કે આપણે અગાઉ પણ લેન્ડ જિહાદ સામે કાર્યવાહી કરી છે. લેન્ડ જિહાદ કોઈ પણ સ્તરે, કોઈ દ્વારા પણ સહન કરાશે નહીં. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ભૌતિક્તાવાદી વિચારધારાની પરાકાસ્ઠા એટલે સાવ નજીવી વાતમાં પોતાની માંગણી પૂરી ન થતા અન્યનું ખૂન કરી નાખવાની વિચારધારા. ખેડૂત પોતાનો શેઢો મોટો કરે છે ત્યારે એ વિચારતો નથી કે આ મારા હક્કનું નથી. મહેનત વિના લઇ લેવાની વૃત્તિ ખુબ જ નકારાત્મક છે. ભારતીય વિચારધારા સંચિત કર્મ અને પુનર્જન્મ વિષે વાત કરે છે. તો ભારતમાં જ ઉદ્ભવેલી એક વિચારધારા બધુજ ખોટું કરીને દેવસ્થાનમાં પૈસા આપીને મોક્ષ ખરીદવાની પણ વાત કરે છે. અન્ય દેવોને નીચા દેખાડીને પોતાના દેવને મોટા દેખાડવાની લ્હાયમાં એ લોકો ભૂલી જાય છે કે એમને દેવ પણ આ જ દેવોને પૂજતા હતા. વળી દેવોનું માર્કેટિંગ કરવું પડે એ પ્રથા જ નકારાત્મક છે.
ભારતની પ્રજા જો સજાગ હોત તો ગુલામ ન બની હોત. અન્યનું ખરાબ થતું હોય ત્યારે મારે શું? ની ભાવનામાં જીવતા લોકો માનસિક નપુંસકતાથી પીડાય છે. આવી પ્રજાને જીતવી સહેલી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સાહેબ, આ જમાનમાં ભરોસો કોનો કરવો? મારા ગામથી નજીક એક સરપંચે સરદાર પટેલના નામની જમીન બરોબર વેંચી મારી એવી વાત છાપામાં વાંચી. એની નજીકમાં એ સરપંચ ફરાર છે એવું પણ કોઈ કહેતું હતું. અન્ય એક સરપંચ જમીન માફિયા સાથે ભળેલા છે એવી પણ વાત સાંભળી. તો આ બધા લોકો જે તે પક્ષનું નામ ખરાબ થશે એવું વિચારતા નહિ હોય?
અમરી નજીકમાં એક ભાઈ રહે છે એ કહેતા હતા કે શહેરમાં મેડીકલ સ્ટોરમાં જ ડ્રગ મળે છે. જે લઈને આપણું યુવાધન બેફામ બને છે. તો શું આ બધા પણ કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ? અમારી નજીકમાં એક ભાઈનો મેડીકલ સ્ટોર છે. અચાનક એમની પાસે કરોડોની પ્રોપર્ટી લેવાના પૈસા આવી ગયા છે. શું એ લોકો પણ ડ્રગ વેંચતા હશે? આવા લોકોને કર્મ ન નડે?
જવાબ: ભાઈ શ્રી, આપણો દેશ ભરોસા પર જ ચાલે છે. કોઈ ધર્મ ગુરુ, નેતા કે સેવક જો ખોટું કરે તો એ ખુબ ખરાબ ગણાય. કારણ કે એમનું સ્થાન અન્યને દાખલો પૂરો પાડવાનું છે. આપે જે વાત કરી એ મારા વાંચવામાં નથી આવી. પણ જો આવું થયું હોય તો જે તે પક્ષના લોકોએ પણ આ વાતને ધ્યાન પૂર્વક સમજવી જોઈએ. કારણકે આવા લોકો પક્ષના મૂળમાં થયેલી ઉધઈ બને.
ડ્રગ શબ્દ દવાઓ માટે પણ વપરાય છે. પણ પ્રતિબંધિત દવાઓ મેડીકલ સ્ટોરમાં ન જ રખાય. સરકારે આના માટે ચોક્કસ વ્યવસ્થા કરી જ હશે.
આપના પડોસી પાસે કદાચ પૈસા હોય જ અને અચાનક એમને વાપરવાનો વિચાર આવ્યો હોય એવું પણ બને. પણ આજના યુગમાં કશું પણ અશક્ય નથી. આવી શંકાઓ કરવા કરતા સહજ બની જાવ. આસપાસ ચાલતી ઘટનાઓ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. પણ એનો તણાવ ન જ રખાય.
સવાલ: આપના એક લેખમાં વાંચ્યું હતું કે આપ વાસ્તુ અને વનસ્પતિ પર રીસર્ચ કરો છો. મારા ઘરમાં ઈશાનમાં ઉત્તર તરફ દરવાજો છે. અને ખુબ જ સમસ્યાઓ આવે છે તો એનો ઉપાય આપવા વિનંતી. ફ્લેટમાં કોઈ તોડફોડ શક્ય નથી. તેથી વનસ્પતિ કે એના જેવો કોઈ સરળ ઉપાય આપશો.
જવાબ: વાસ્તુની સમસ્યાના નિવારણ માટે તોડફોડ જરૂરી નથી. તમારી પૂર્વની દીવાલ કોમન છે તેથી પડોસી સાથે સહજતા ન રહે. માનહાની થઇ શકે. અગ્નિમાં બાલ્કની છે તેથી સ્ત્રીને વિચારો વધારે આવે. થોડી ચંચળતા પણ વધે. દ્વારના કારણે પોતાના અંગત માણસો દગો કરી શકે. જયારે સામે સામે દ્વાર આવતા હોય ત્યારે સામે વાળી વ્યક્તિ પણ નકારાત્મક વ્યવહાર કરી શકે. આપના ઈશાનમાં કોઈ વનસ્પતિ વાવવી શક્ય નથી. ઉત્તરમાં રસોડું આવે છે. એ પણ વડીલ નારી માટે યોગ્ય નથી. ઉત્તર વાયવ્યમાં ટોઇલેટ ડાયાબીટીશ અથવા શ્વાસની બીમારી આપે. આવા સંજોગોમાં ઘરની નારીને મૃત્યુતુલ્ય સમસ્યા આવી શકે. પણ ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાનો ઉપાય છે. આમાં માત્ર વનસ્પતિ સિવાય પણ અન્ય ઉપાય કરવા જરૂરી છે. કારણકે આપના ફ્લેટમાં વનસ્પતિ વાવવા જેટલી જગ્યા નથી. આપના વાયવ્યમાં બે છોડ બીલીપત્રના વાવી શકાશે.
સુચન: એક જ દીવાલ પર બાજુબાજુમાં આવતા બે મુખ્ય દ્વાર નકારાત્મક અસર આપે છે. તે ઘરની આર્થિક અને માનસિક વ્યવસ્થા માટે યોગ્ય નથી.
રાજકોટ: શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે.
રાજયમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. ત્યારે લોકો ગરમી લીંબુ શરબત, શેરડી અને છાશનું સેવન કરતા હોય છે.
મળતી માહિતી અનુસાર ભવાનીનગર વિસ્તારમાં એક સામાજિક ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી હતી. જ્યારે આ વિસ્તારના બાળકોને છાશ પીધા બાદ ઉલટીઓ થતાં સ્થાનિકો ગભરાઇ ગયા હતા. છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળતાં મોટાભાગના બાળકોની હાલત સ્થિત છે, જ્યારે જયરાજ હિતેષભાઇ જાડા નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી ICUમાં દાખલ છે.