અમદાવાદ: વાઘ બકરી ટી ગ્રુપના વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા સમર ઇન કોરિયા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. કોરિયન સંસ્કૃતિની ઉજવણી કરવા માટે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનેલા બબલ ટી ટ્રેન્ડને ભારતીયો માટે રજૂ કરવામાં આવ્યો છે.
આ કેમ્પેઇન વિશે વાત કરતાં વાઘ બકરી ટી ગ્રુપના CEO સંજય સિંગલે જણાવ્યું હતું કે, “વાઘ બકરી ટી લાઉન્જ ખાતે, અમે સતત નવીનતા લાવવા અને અમારા ગ્રાહકો સાથે અર્થપૂર્ણ રીતે જોડાવાના રસ્તાઓ શોધી રહ્યા છીએ. સમર ઇન કોરિયા કેમ્પેઇનએ ગતિશીલ અને વિકસતા ટી કલ્ચરને લઇને અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કોરિયન બબલ ટીને ભારતીય સ્વાદ સાથે મિશ્રિત કરીને અમે તાજગીભર્યો અનુભવ પ્રદાન કરવાની આશા રાખીએ છીએ.”
ગુજરાતના કોરિયન એસોસિએશનના પ્રમુખ કો યંગ સૂને જણાવ્યું હતું કે, “134 વર્ષથી વધુ સમયથી વાઘ બકરી ટી ગ્રુપ ચાની ગુણવત્તામાં શ્રેષ્ઠતાના પ્રતીક તરીકે ઊભું રહ્યું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચાના શોખીનોમાં પ્રખ્યાત વાઘ બકરી તેના સમૃદ્ધ વારસાથી દિલ જીતી રહ્યું છે. સમર ઇન કોરિયા કેમ્પેઇન દ્વારા કોરિયન સંસ્કૃતિની ઉજવણી કરવા બદલ હું વાઘ બકરી ટી ગ્રુપને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. બબલ ટી, જે હવે સમકાલીન કોરિયન જીવનશૈલીનો અભિન્ન ભાગ છે, તેની લોકપ્રિયતામાં ભારત સહિત વિશ્વભરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.”
આ ઉનાળામાં ટ્રેડિશનલ કોરિયન બબલ ટી ફ્લેવર્સ ભારતીયોને એક નવો જ અનુભવ કરાવશે કોરિયન સમર તાજગીભર્યા સારને મૂર્તિમંત કરે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકોમાં બોબાની વધતી જતી લોકપ્રિયતા સાથે વાઘ બકરી ટી લાઉન્જના આરામદાયક વાતાવરણમાં ઇમર્સિવ અને ઓથેન્ટિક અનુભવ પ્રદાન કરવાનો છે.


પ્રવીણ લહેરીએ પોતાના પ્રતિભાવમાં સુશાસનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુશાસન સંવેદનશીલ, વહીવટ લોકાભિમુખ હોવું જોઈએ અને પ્રામાણિક નાગરિકોનું સન્માન થવું જોઈએ. જાહેર સેવામાં જોડાનાર વ્યક્તિ માટે નોકરી એ મર્યાદા નહીં પરંતુ પ્રેરણાનો સ્ત્રોત બનવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વ્યક્તિએ પોતાના નક્કી કરેલા જાહેર હિતનાં કાર્યો ખંતપૂર્વક કરવા જોઈએ, કારણ કે કામ કરવાથી જ કામ શીખી શકાય છે. જેમ કે પાણીમાં પડવાથી તરતા આવડી જાય છે.
સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ તેમના આશીર્વચનમાં જીવનના શાશ્વત નિયમો અને માનવ જીવનની વિશિષ્ટતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વર્તમાન શિક્ષણ પ્રણાલિ માત્ર આર્થિક ઉપાર્જનનું જ્ઞાન આપે છે, જીવન જીવવાની કળાનું નહીં. તે માત્ર માહિતીનું પ્રસારણ કરે છે. જ્યારે ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરા વ્યક્તિને સમાજનો એક યોગદાન આપનારો સભ્ય બનાવવા પર ભાર મૂકતી હતી. આ દેશનો દરેક નાગરિક પોતાના અધિકારો અને ભોગને બદલે ફરજ અને ધર્મને સમર્પિત હતો અને લહેરી સાહેબ સાચા અર્થમાં પોતાની ફરજ અને સ્વધર્મને સમર્પિત નાગરિક છે.
બ્રહ્મવિહારી સ્વામીએ વિડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હંમેશાં લહેરીસાહેબ પર રહ્યા છે. વ્યક્તિની ઓળખ તેના સંપર્કમાં રહેલા લોકો પરથી થાય છે. આજે ઉપસ્થિત વિશાળ જનસમુદાય લહેરી સાહેબના અનન્ય વ્યક્તિત્વનો પુરાવો છે. સ્વામીજીએ લહેરી સાહેબને સૌના પ્યારા અને પોતાના સંપર્કમાં આવનાર દરેકને પ્રસન્ન કરનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા.






