કૃત્રિમ ઇન્ટેલિજન્સની વૃદ્ધિની અસર 

(સદગુરૂ જગ્ગી વાસુદેવ) 

પ્રશ્નઃ સદગુરૂ, તમે એમ કહેતા હોવ છો કે યોગ્ય પ્રાથમિકતા વિશે વાત કરીને જીવનના સત્ય માટે પોતાને ઉપલબ્ધ કરી શકાય છે. આઇબીએમ અને ગૂગલ જેવી કંપનીઓમાં વિશ્વભરના લોકો કૃત્રિમ બુદ્ધિ મેળવવા માટે, આઇઆઇટી સ્ટેનફોર્ડ જેવી ઈજનેરી કોલેજની પ્રયોગશાળામાં મથી રહ્યાં છે. નવી શોધ અને ઉત્પાદકતા મનુષ્યને નવીન શક્તિ આપી શકશે? શું તેમની પાસે જીવન લંબાવવા અને સત્યને મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા હશે? 

જવાબઃ કોઈપણ પ્રકારની બુદ્ધિ સારી જ છે. જો તમારી પાસે કુદરતી બુદ્ધિ ન હોય તો કૃત્રિમ બુદ્ધિ અને જો તમારી પાસે કાર્બનિક બુદ્ધિ નથી, તો અકાર્બનિક બુદ્ધિ, પણ બુદ્ધિ હોવી જરૂરી છે. ધારો કે તમારા ઘરની દિવાલો બુદ્ધિમાન બની જાય તો, આ વિચિત્ર વાત નથી? ફરક માત્ર એટલો હશે કે તે દિવાલો તમારા કરતા વધુ સ્માર્ટ બની જશે, તો એ સમયે તમે થોડા અસુરક્ષિત લાગણીનો અનુભવ કરશો! અન્યથા જો તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ બુદ્ધિશાળી છે, તો તે આશીર્વાદ સમાન છે. 

ફક્ત એવા લોકો જે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ બનવા માંગે છે, તે લોકો અસલામતની લાગણી અનુભવશે, જ્યારે તેની આસપાસની તમામ વસ્તુઓ તેમના કરતા વધુ હોશિયાર બનશે. અન્યથા આ એક આશીર્વાદ સમાન હશે. તમારી પાસે એક એવી પેન છે જેનો સ્પર્શ કર્યા વગર તમે લખી શકો છો, તમારી પાસે એવો ફોન છે જે તમારા કહ્યાં વગર તમે શું કહેવા માંગો છો તે કહે તો, આ સારું નહીં રહે? કોઈપણ પ્રકારની બુદ્ધિ સારી હોય છે! 

બુદ્ધિ વગર, સત્ય નથી. કપટ કરવા માટે કાયમ જૂઠું બોલવું પડતું નથી, અજ્ઞાનતાના કારણે પણ જૂઠાણું પેદા થાય છે. બુદ્ધિ, બુદ્ધિ અને માત્ર બુદ્ધિ એ સત્યને મુખ્ય પ્રવાહમાં લાવવાનો એકમાત્ર ઉપાય છે. 

રોબોટ્સ આવે છે! 

હાલ, મોટાભાગે બાહ્ય ટેક્નોલોજીનો વ્યાપ વધતો જાય છે, માટે જ આજના સમયમાં રોબોટ્સ એ કામ કરતા થયા છે, જે પહેલાં મનુષ્યો કરતા હતા. મનુષ્ય હવે શું કરશે? તેઓ એવું પણ કહે છે કે, વર્ષ 2050 સુધીમાં રોબોટ્સ ફૂટબોલ વર્લ્ડ કપ જીતશે. 

તમારા વિચારો અને લાગણીઓ પણ કૃત્રિમ રીતે બનાવવામાં આવે તો? થોડાક સમય પહેલાં અમુક સંશોધકોએ લોકો કમ્પ્યૂટર સાથે સંબંધો કેવી રીતે રાખી શકે તે માટે એક કમ્પ્યુટર સેટ એપ કર્યું હતું. ઇ-મેઇલના માધ્યમથી ઘણા લોકોના આ કમ્પ્યુટર સાથે અદ્ભુત સંબંધ હતા, કારણ કે તે લોકો જાણતા ન હતાં કે તે કમ્પ્યુટર છે. અને માત્ર વીસ લાઇનના શબ્દભંડોળથી આ બધું મેનેજ થતું હતું. આપણે તકનીકી ક્ષેત્રે આગળ વધી રહ્યાં છીએ. જ્યાં કૃત્રિમ રીતે, કમ્પ્યુટર માણસ કરતા દસ ગણું વધુ સારી રીતે વિચારી શકશે, કારણ કે વિચાર પણ મૂળભૂત રીતે ગણતરીનું જ પરીણામ છે. ઘટના રૂપી ડેટા સમાપ્ત થાય છે અને પછી તેમાંથી નિર્ણય રૂપી સમજ લાવી શકે તેવું ફલિત પરિણામ બહાર આવે છે. જેમ જેમ કમ્પ્યુટર્સ વિકસિત થતા જશે તેમ તેમ કમ્પ્યુટર માણસ કરતા વધુ સારું અને વધુ સમર્થ બનતા જશે. આ ઉત્ક્રાંતિ લાંબો સમય નહીં લે, ટૂંકાગાળામાં જ આ સંભવ થશે. ત્યાર પછી માનવીય વિચારોનું કોઈ મૂલ્ય રહેશે નહી. બધા વિચારકો નવરાં થઈ જશે! 

પરંતુ તેમાં માત્ર બુદ્ધિ છે. તેમાં ચેતના નથી. આપણાં વિચાર અને આપણી ભાવનાઓને ચેતના સાથે કંઈ લેવા દેવા નથી. એકવાર બધું સારું થઈ જાય, ત્યારે મનુષ્ય શું કરશે? માણસ આનંદ અને એની સાથે કંઈક એવું કરવું જોઈએ જે યંત્રગત ન હોય અને જે મશીન કરી શકે નહીં. રોબોટ બધું કરી શકે છે. જે એક મનુષ્ય કરી શકે છે – સિવાય કે ધ્યાન! તે ધ્યાન નથી કરી શકતા, કારણ કે તેનામાં કોઈ ચેતના નથી. આથી અંતમાં જે લોકો  ફક્ત ધ્યાન કરતા હશે એ લોકો જ રોજગારી મેળવી શકશે.  

 

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)