દિવાળી પર્વ પર બનાવાતી રંગોળી પાછળનું આધ્યાત્મિક-સાંસ્કૃતિક મહત્ત્વ

દિવાળીના પર્વ પર ભારતીય ઘરોની બહાર જોવા મળતી રંગોળી માત્ર એક સજાવટ નથી, પરંતુ તે સુરક્ષા અને પ્રાર્થનાનું એક પવિત્ર સ્વરૂપ છે. ભારતમાં, ઘરોના ઉંબરે રંગોળીની ભાતો દોરવા પાછળ એવી માન્યતા છે કે તેનાથી સમૃદ્ધિ અને દિવ્ય ઊર્જાને આમંત્રિત કરી શકાય છે. સાથે જ નકારાત્મક કે અનિષ્ટ શક્તિઓને ઘરની બહાર રાખી શકાય.

રંગોળીના વિવિધ પ્રતીક અને અર્થ
• કમળની પાંખડીઓ, શંખ અને ભૌમિતિક આકારો: રંગોળીની દરેક ડિઝાઈન ચોક્કસ સાંકેતિક અર્થ ધરાવે છે. વર્તુળાકાર ભાતો જીવનનું ચક્ર દર્શાવે છે, જ્યારે ટપકાં અને રેખાઓ નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે.

ક્ષેત્રીય સ્વરૂપ
o સાથિયા (ગુજરાત): ગુજરાતમાં રંગોળીની પરંપરા પવિત્ર સ્વસ્તિક (‘સાથિયા’) સાથે જોડાયેલી છે. તે બ્રહ્માંડિય વ્યવસ્થા અને રક્ષણનું પ્રતીક છે, જે ઘરને દિવ્ય ઊર્જા અને આશીર્વાદના પ્રવાહ સાથે જોડે છે.o માંડના (રાજસ્થાન): રાજસ્થાનમાં દીવાલો અને જમીન પર ચૂનો, ચોક અથવા લાલ માટી (ગેરુ) વડે ભૌમિતિક અને ફૂલોની ભાત બનાવી ‘માંડના’ કંડારાય છે. આ દરેક ડિઝાઈન એક આધ્યાત્મિક ઢાલ તરીકે કાર્ય કરે છે અને સમૃદ્ધિ તથા શાંતિ આકર્ષિત કરે છે.

o અલ્પના (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળમાં તાજી શુદ્ધ કરેલી જમીન પર ચોખાની પેસ્ટ વડે સતત વહેતી રેખાઓમાં ‘અલ્પના’ દોરવામાં આવે છે. તેની પેટર્ન શક્તિની કૃપા ધરાવે છે અને સ્થળને પવિત્ર ધામમાં પરિવર્તિત કરે છે. o અરિપન (બિહાર): બિહારમાં ચોખાની પેસ્ટ વડે ગોળાકાર, ટપકાં અને વહેતાં આકારો દ્વારા ‘અરિપન’ બનાવાય છે. તે સુંદરતા ઉપરાંત ફળદ્રુપતા, સાતત્ય અને ઘરમાં સકારાત્મક ઊર્જા લાવવાનું પ્રતીક છે.o ચોકપૂરાના (ઉત્તર પ્રદેશ અને પંજાબ): ચોરસ અને ફૂલોની ભાત વડે ‘ચોકપૂરાના’ પદ્ધતિથી રંગોળી પૂરવામાં આવે છે. તેની ચોક્કસ રચના ઘરનું રક્ષણ કરે છે અને વાતાવરણને આધ્યાત્મિક રીતે સંતુલિત રાખે છે તેવું માનવામાં આવે છે.o ઝોટી / ચિતા (ઓડિશા): ઓડિશામાં ચોખાની પેસ્ટમાં આંગળીઓ બોળીને જમીન અને દીવાલો પર સૂક્ષ્મ ડિઝાઈન બનાવાય છે. તેનો દરેક નિશાની પવિત્રતાનું સન્માન કરે છે અને દેવીની ઉપસ્થિતિનું આહ્વાન કરે છે.o મુગ્ગુલુ (આંધ્રપ્રદેશ): આ કળા ટપકાંને લયબદ્ધ રીતે જોડીને બનાવવામાં આવે છે. આ ભાતો બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઘરની ઊર્જાને આધ્યાત્મિક સંતુલન સાથે જોડે છે અને શુભતાને આમંત્રિત કરે છે.પ્રકૃતિ અને જીવમાત્ર સાથેનો સમન્વય

પરંપરાગત રીતે રંગોળી ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી હતી. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ માત્ર સૌંદર્ય વધારવાનો નહોતો. પરંતુ કીડીઓ અને પક્ષીઓને ખોરાક પૂરો પાડવાનો હતો. આ અદ્ભુત પરંપરા માનવીઓ અને પ્રકૃતિ વચ્ચેના અરસપરસના સમન્વયને પ્રગટ કરે છે.

ટૂંકમાં, જ્યારે પણ આપણે આંગણે રંગોળી જોઈએ ત્યારે સમજી લેવું જોઈએ કે તે માત્ર કળા નથી, પરંતુ રંગો, ભક્તિ અને પ્રાચીન ભૂમિતિ દ્વારા ઘરની ચોકી કરતી એક મૂંગી પ્રાર્થના છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)