સ્ટ્રેસને જીવનમાં પ્રવેશવા જ ન દો – વીણા વર્લ્ડની ઓફિસની અંદરની સફર

`ઓર્ગેનાઈઝેશનમાં સ્ટ્રેસ ઓછો કરવાના અમુક માર્ગ અથવા રેમિડીઝ મારી પાસે છે. તમને ચોક્કસ તેનો ફાયદો થશે.’ અમારા હિતચિંતકે સ્વચ્છ મોકળા મનથી સલાહ આપી. હું પણ તેની પર વિચાર કરતી હતી. ફક્ત મારી દિશા હતી, ઓર્ગેનાઈઝેશનમાં સ્ટ્રેસ અથવા તણાવ હાલના અતિ પ્રચલિત શબ્દનો અને તેની સાથે જોડાયેલી બાબતોનો પ્રવેશ થવા જ નહીં દેવો જોઈએ. તેમને પણ મેં તેટલા જ મોકળા મનથી સમજાવ્યું અને કહ્યું, `મેં આમ થોડું મોટું કામ માથે લીધું છે તેની મને જાણ છે, પરંતુ તેટલો જ વિશ્વાસ છે કે અમે તેમાં સફળ થઈશું. પહેલી વાર સ્ટ્રેસશા માટે આવે અથવા તે એકાદ ટીમ મેમ્બરમાં અથવા ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ કઈ રીતે કરે છે અથવા થઈ શકે તેની પર અભ્યાસ ચાલુ છે. ક્યારેક કાંઈક અટકે તો નિશ્ચિત જ અમે તમારી મદદ લઈશું.’ અમારા હિતચિંતક અમને `બેસ્ટ ઓફ લક’ આપીને ગયા અને અમે ડીપ થિન્કિંગની શરૂઆત કરી.

સ્ટ્રેસ શા માટે આવે છે? ક્યારેક કામ સમયસર થતું નથી તેથી, ક્યારેક કોઈકની બૂમો સાંભળવી પડે તેથી, ક્યારેક કમ્યુનિકેશન ક્લિયર નથી હોતું તેથી, ક્યારેક શું કરવાનું છે તે કહેવામાં આવે છે, પરંતુ શા માટે કરવાનું છે તે કહેવામાં આવતું નથી. આથી ક્યારેક આર્થિક મુશ્કેલી આવે તેથી તો ક્યારેક ભયાનક ભૂલ થઈ તેથી. સ્ટ્રેસ આવવાનાં કારણો શોધવાનું શરૂ કર્યું ત્યારે તે મારુતિની પૂંછડીની જેમ યાદી પૂરી જ થતી નહોતી. દરેક બાબત અન્ય કોઈક પર તો આધાર રાખતી હતી. એટલે કે, હું જો આ આર્ટિકલ સમયસર નહીં આપું તો તેની ચેઈન રિએકશન એટલી હોય છે કે ગ્રાફિક ડિઝાઈનરથી પબ્લિકેશન સુધી બધાજ સ્ટ્રેસમાં આવી જાય છે. અમારા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો દાખલો લીધો. મેં પૂછ્યું તમને ઓફિસમાંથી નીકળવામાં મોડું કેમ થાય છે? તમે જ આપણી `ટાઈમ થિયરી’ અનેક વાર અનેક રીતે છાપી છે, જે કહે છે, `સમયસર આવો… સમયસર કામ કરો… સમયસર ઘરે જાઓ…’તો પછી જેમણે તે બનાવ્યું છે તે જ લોકો તે તોડી રહ્યા છે એવું ચિત્ર એટલે સંપૂર્ણપણે મારું ફેલ્યોર. લેટ્સ ડુ થિંગ્સ ડિફરન્ટ્લી. છેલ્લા થોડા મહિનામાં અમે ચાર વખત મળ્યાં. સૌથી મહત્ત્વની બાબત `ડિપેન્ડેન્સી’ હતી. એક આ ડિપાર્ટમેન્ટ પર આધાર રાખે છે, બીજો અન્ય ડિપાર્ટમેન્ટ પર આધાર રાખે છે, કોઈક ટ્રાન્સલેટર પર આધાર રાખે છે તો કોઈક ગ્રાફિક ડિઝાઈનર પર. વારુ, બધી બાબત એકદમ ટાઈમ બાઉન્ડ, દરેકની ડેડલાઈન અથવા સ્ટ્રિક્ટ ટાઈમલાઈન હતી. પબ્લિકેશનમાં એકાદ બાબત જે સમયે જવી જોઈએ ત્યારે તે જવી જ જોઈએ. તેને કોઈ પણ કારણ આપીને ચાલતું નથી. પ્રચંડ મહેનત બાદ, અનેક ચેકલિસ્ટ અને બ્રીફ પેપર્સ બનાવ્યા પછી, ડિપેન્ડન્સીઝ કાઢી નાખ્યા પછી અને કામ કરનારને જ જવાબદારી આપ્યા પછી અધરવાઈઝ બિલ્ડ થનારો સ્ટ્રેસ ઓછો થશે એવું અમને બધાને જ દેખાવા લાગ્યું. કારણ કે બધા મળીને આ બદલાવ લાવ્યા છે. નવી સિસ્ટમ લાવવા અને કેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પ્રેક્ટિકલી બાબત અનાયાસે થવા માટે થોડો સમય આપવો પડે છે. આગામી થોડા મહિનામાં શું થાય છે તે અમને જાણ થશે જ. કદાચ અમુક ચેન્જીસ નવેસરથી કરવા પડશે, પરંતુ બધાને ખાસ્સી ખાતરી થવા લાગી છે કે હવે આપણા પ્રોબ્લેમના સોલ્યુશન આપણે શોધી કાઢ્યા છે. બાબતો નવેસરથી કરવાનું નક્કી કર્યું છે તેથી થિંગ્ઝ વિલ ડેફિનેટ્લી ચેન્જ!

બધામાં એકસૂત્રતા, બધાને આપણે શું કરીએ છીએ અને શા માટે કરે છે તેનું ભાન, બધા માટે એક ધ્યેય આ બધી બાબતો અમે દર મહિને સતત થનારી ચાર મિટિંગ્સમાં બધાને એકત્રિત રીતે કહેતાં હોઈએ છીએ, પરંતુ દરેક મેનેજર, ઈનચાર્જ સાથે `વન ટુ વન’ મિટિંગ્સ અમે લઈએ છીએ. એકબીજાને સમજી લેવા, તેમની મુશ્કેલીઓ પર ચર્ચા કરવી, નવા આઈડિયાઝનું ફોલો-અપ કરવું એમ અનેક બાબતો આ વન-ટુ-વન કમ્યુનિકેશનમાં થાય છે. એક સાઈડમાં ઓર્ગેનાઈઝેશન. બીજી બાજુ નાના-મોટા ડિપાર્ટમેન્ટ્સ, ત્રીજી બાજુ દરેક ઈન્ડિવિજ્યુઅલ સાથે સંવાદ એમ બધી રીતે કામ ચાલુ છે. કામ કોઈને જ ચૂકતું નથી, મીલનો પથ્થર બધાને જ પાર કરવાનો છે, પરંતુ આ આપણે તાણ-તણાવ વિના કરવાનું છે, કારણ કે દરેકના પર્સનલ અને પ્રોફેશનલ જીવનની બંને બાજુમાં સમન્વય સધાવો જોઈએ.

દર મહિને થનારી લીડરશિપ મિટિંગમાં અમે ઘણી બધી બાબતો પર ચર્ચા કરીએ છીએ. એક વાર અમારો ટોપિક હતો, `આપણે હાલમાં શું કરી રહ્યા છીએ? અને એક્ચ્યુઅલી આપણે શું કરવું જોઈએ?’ અમારા ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સિનિયર મેનેજર ધ્રુવ પ્રજાપતિએ કહ્યું, `હાલમાં જ હું નાની, સુંદર દીકરી આર્યાનો પિતા બન્યો છું. નવેસરથી જવાબદારી આવી છે, રાત્રે ઉજાગરા વધ્યા છે. કામ કઈ રીતે આટોપવા તે વિચારથી સ્ટ્રેસ આવવા લાગ્યો છે. ચોક્કસ શું થયું તો હું બેલેન્સ સાધી શકીશ તે માટે અનેક પોડકાસ્ટ સાંભળ્યા અને મારું કામ કરવાની પદ્ધતિમાં આમૂલ ફેરફાર કર્યો. કામોને એક દિવસમાં નહીં પરંતુ અઠવાડિયામાં, પખવાડિયામાં અને મહિનામાં ટાઈમલાઈન આપીને વહેંચી દીધાં. આથી એક સમયે એક કામ પર ફોકસ કરી શકાયું. મનમાં ગડબડ ઓછી થઈ અને સ્ટ્રેસ પણ. હવે મારા કામો પણ થઈ રહ્યાં છે અને હું આર્યાને સમય આપી શકું છું. આ નવી પદ્ધતિને લીધે મારી દોડધામ થતી નથી અને ચીડચીડ ઓછી થઈ છે. હું ખરા અર્થમાં શાંત થઈ ગયો છું.’ ધ્રુવે એકદમ મન ખોલીને આ બાબત 100થી વધુ લીડર્સ સાથે શેર કરતાં અમારા બધાનો ઉત્સાહ વધી ગયો. સ્ટ્રેસ ઓછો કરવાની અથવા તેને પ્રવેશવા જ નહીં દેવાની નવી ફોર્મ્યુલા ધ્રુવે આપી હતી. શેરિંગ-કેરિંગ-ટ્રાન્સફોર્મિંગનું એક અત્યંત સારું ઉદાહરણ.

તે જ મિટિંગમાં પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટમાં ઈનચાર્જ આરતી કબરેએ તેનું ઉદાહરણ કહી સંભળાવ્યું. તેની સાથેની ટીમ વધતી હતી. આથી તેમની સાથે ડીલ કઈ રીતે કરવાનું તેની પર તે વિચાર કરતી હતી. નવા ટીમ મેમ્બર્સના નિરીક્ષણમાંથી તેના ધ્યાનમાં આવ્યું કે આ ન્યૂ જનરેશન ફાસ્ટ છે, ઈન્ટેલિજન્ટ છે, ઉપરાંત ટેકનોસાવી પણ છે. જો તેમને 5ઠ+1ઇં અથવા અમારી 6ઠ+2ઇં થિયરી શીખવવામાં આવે તો સામાન્ય રીતે લાગતા સમય કરતાં ઓછા સમયમાં કામ પૂર્ણ કરી શકે છે.આ થિયરી એટલે શું કરવાનું, ક્યારે? કોણે?કઈ રીતે? શા માટે? કોના માટે? આ સાથે તે કામમાં અગાઉ કેટલી મુશ્કેલીઓ આવી હતી અને હવે શું કરી શકાશે તે કહેવામાં આવે તો એકદમ અચૂક રીતે કામ કરી શકે છે. અરે વાહ! નવી પેઢીને દોષ આપવાને બદલે આરતીએ તેમની પદ્ધતિ સમજી લઈ તે પ્રમાણે પોતાને બદલી, તે વધુ ઓર્ગેનાઈઝ્ડ બની. આ બધા માટે એક સારી વાત હતી. અહીં વધુ મહત્ત્વની બાબત એ કે આરતીએ ઈગો બતાવ્યો નહીં કે સુપીરિયોરિટી. આ બાબત લીડરશિપને શોભે તેવી હતી.

તે જ મિટિંગમાં મારી નજર સામે આવેલું ત્રીજું ઉદાહરણ મહિમા વેદ નામે અમારી કંપનીની સેક્રેટરીએ શેર કરેલું તે હતું. અગાઉ મહિમા એકલી જ હતી, પરંતુ કામ વધ્યું તેમ ટીમ પણ વધી. જો કે કામ ડેલીગેટ કરતી વખતે તેને ડર લાગતો કે ટીમ તરફથી કોઈ ભૂલ થઈ તો, એટલે કે, તેણે કામ આપવાની શરૂઆત પણ કરી, પરંતુ થોડા સમય પછી તે પોતે જ એ કામ પૂરું કરતી. એક વખત તેના ટીમ મેમ્બર સિદ્ધાંત નાઈકે તેને કહ્યું, `મહિમા તમે મારી પર વિશ્વાસ રાખો ને, અમને શીખવો. અમે ભૂલો નહીં કરીશું. તમે અમને કામ આપો છો અને પોતે જ તે પૂર્ણ કરો છો. તો પછી અમે કઈ રીતે તૈયાર થઈશું?’ મહિમાના ધ્યાનમાં આવ્યું કે તે ડેલીગેટ કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ તે માટે જરૂરી બાકી બાબતો તેણે આત્મસાત કરવી જોઈતી હતી. મહિમાએ પણ પોતાની સ્ટાઈલ બદલી. હવે સિદ્ધાંત અને ટીમ ખુશ, આ જ રીતે મહિમા પણ ખુશ, કારણ કે તેનાં અન્ય મહત્ત્વનાં કામો કરવા સમય મળવા લાગ્યો. આ ત્રણેય ઉદાહરણમાં ફક્ત ધ્રુવ, આરતી અથવા મહિમા તો શીખ્યાં જ પરંતુ તેમણે અમને બધાને પણ `ચેન્જ ઈઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ થિંગ’ એ યાદ કરી આપ્યું. ઝડપથી બદલાતી દુનિયામાં આપણે ટકી રહેવું હોય તો ક્યાંક પોતાને બદલવું જોઈએ તે બતાવી આપ્યું.

બે-ત્રણ મહિના પૂર્વે મારી બહેનપણીનો સાઈઠમો બર્થડે હતો. તેના સેલિબ્રેશન માટે અમે મુંબઈની બહાર એક દિવસની ટ્રિપ પર ગયાં હતાં. કેક કટિંગ થયા પછી `તમારા આનંદિત સાઈઠ વર્ષની અને સફળ લગ્નની ગોપનીયતા શું છે?’ એવું તેને અને તેના પતિદેવને, એટલે કે, અમારા ફ્રેન્ડને પૂછ્યા પછી તે બંનેએ શેર કરેલી એક બાબત ગમી તે એ કે `અમે અનેક વાર તૂ-તૂ, મેં-મેંમાં અટકી ગયાં. ક્યારેક તેનું કહેવું મને પટતું નહોતું, તો ક્યારેક મારું તેને, પરંતુ રાત્રે સૂવા પૂર્વે અમે શાંતિથી તેની પર ચર્ચા કરીએ છીએ, વિસંવાદ સુસંવાદમાં પરિવર્તિત કરીએ છીએ અને હાથમાં હાથ નાખીને ખુશીથી સૂઈ જઈએ છીએ. અમારી વચ્ચે આ અલિખિત નિયમ બની ગયો છે કે એકબીજા પર ગુસ્સો ઉતારીને ક્યારેય સૂવું નહીં.’ આ અમારા ફ્રેન્ડ્સે સ્ટ્રેસ નહીં આવે તે માટે પોતાનો માર્ગ શોધી કાઢ્યો હતો. જીવનમાં આપણે પગલે પગલે કાંઈક સારું શીખીએ તે આ રીતે.

સ્ટ્રેસ અથવા તણાવ આ બાબતોને ઓર્ગેનાઈઝેશનમાં અથવા ડિપાર્ટમેન્ટમાં અથવા ટીમ મેમ્બરમાં ઘૂસવા નહીં દેવા માટે અમે અથાક પ્રયાસ કરીએ છીએ. કારણ કે સ્ટ્રેસ ફ્રી ટીમ જ અમારા પર્યટકોને અપેક્ષિત આનંદ આપી શકે છે. હવે તેમાં અમે કેટલા સફળ થઈ રહ્યાં છીએ તે સમય જ નક્કી કરશે. જો કે અમે સતત મનથી પ્રયાસ કરતાં રહીશું. મહાભારતમાં કુરુક્ષેત્ર પર યુદ્ધ શરૂ થવા પૂર્વે અર્જુન ભાંગી પડ્યો હતો, તે સમયે શ્રીકૃષ્ણના ધ્યાનમાં આવ્યું કે યુદ્ધનાં પરિણામથી આવેલા વિચારોને કારણે આવેલો તણાવ તે સહન કરી શકતો નથી. શ્રીકૃષ્ણ તેને કહે છે, `કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન…’ તારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, તે તું કરતો રહે, ફળ શું મળશે તેની અપેક્ષા નહીં કરતાં અને શું થશે તે અંતિમ પરિણામથી ગભરાયા વિના.’ આપણે દરેકે આ જ કરવાનું અપેક્ષિત છે, નહીં?

આધુનિક સમયમાં સ્ટ્રેસ ટાળવો હોય તો એક બાબત સમજી લેવી જોઈએ કે સ્ટ્રેસ એ પર્સનલ બાબત નથી. તે સાંઘિક છે. સ્ટ્રેસ ફક્ત થાક નથી, પરંતુ તે વિસંવાદ હોય છે. તે એકલતા હોય છે. તે અપેક્ષા હોય છે અને તે સંવાદનો અભાવ હોય છે. તેની પર ઉપાય એટલે એક દિલથી કામ કરવું, સ્પષ્ટ રીતે બોલવું, સ્ટ્રેટેજીઝ સંબંધિત ટીમને સમજાવીને કહેવું, એકબીજાને વિશ્વાસ આપવો અને એકબીજા પર વિશ્વાસ રાખવો. જરૂરતની જગ્યાએ પૉઝ લેવો, કામમાં મન પરોવવું, સમયનું વ્યવસ્થિત નિયોજન કરવું. તેમાંથી જ તૈયાર થઈ શકે છે એક સંવેદનશીલ પણ સક્ષમ વાતાવરણ, જ્યાં કામ પણ થશે અને મન પણ હલકું રહેશે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)