
ઉત્કંઠેશ્વર કે ઊંટડીયા મહાદેવ એ મધ્ય ગુજરાતમાં વાત્રક નદીને કાંઠે આવેલું પ્રસિદ્ધ શિવમંદિર છે. ખેડા જિલ્લાના કપડવંજથી અઢાર અને આંતરસુંબા ગામથી આઠેક કિલોમીટર દૂર આવેલું આ મંદિર સૌથી જૂનું મંદિર છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિર સાથે જમદગ્નિ ઋષિના તપનો મહિમા જોડાયેલો છે. મહાદેવનું શિવલિંગ પણ અનોખું છે. મંદિરની બાજુમાં આવેલાં પગથિયાં ઉતરતા સીધા વાત્રક નદીના પટમાં પહોંચી જવાય છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
કુદરતી વાતાવરણ સાથે વાત્રક નદીના પટમાં ઊંટ સવારી મોટા પાયે થાય છે. એના કારણે જ કદાચ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે. અહીં ઘણા બાળકોની મુંડન વિધિ થાય છે. ઘણાં ચૌલ ક્રિયા પણ કરે છે. ધાર્મિક સામાજિક પ્રસંગોમાં માટે ઉત્કંઠેશ્વર મંદિરની આસપાસ ધર્મશાળાઓ પણ આવેલી છે. જરુરીયાત મુજબ આ પ્રસંગોમાં જમણ તૈયાર કરી આપનાર માણસો અને જગ્યાની પણ સુવિધા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર ધાર્મિક સ્થળોની સાથે ‘વન ડે પિકનિક’ માટે પણ જાણીતું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)


