|
પાંચ તત્વ કા પૂતરા, માનુષ ધરિયા નામ, દિન ચાર કે કારણે, ફિર ફિર રોકે ઠામ. |
જળ, પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિરૂપી પાંચ તત્ત્વોમાંથી માનવશરીર નિર્માણ થયું છે. ગુજરાતી ગીત-સંગીતના ભવ્ય ઉપાસક શ્રી
અવિનાશ વ્યાસ, “રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે, રાખનાં રમકડાં.” આ માણસ પંચેન્દ્રિયથી જીવન માણવા કોશિશ કરે છે. જિવાથી સ્વાદ, ત્વચાથી સ્પર્શ, આંખથી દૃશ્ય, કાનથી સ્મરણ અને નાકથી ગંધ દ્વારા સુખ પામવા માટે પ્રયત્ન કરે છે. અહંપ્રેરિત મનોરથો પૂરા કરવા માટે તલપાપડ થાય છે.
ચાર દિવસની ચાંદની જેવા આ જીવનમાં આશાની સૂચિ પૂરી થતી નથી. મનુષ્ય સુખ પાછળ કસ્તૂરીમૃગ જેમ ભટકે છે, ઝૂરે છે, પણ જાણતો નથી કે જે શોધે છે તે અંદર છે. તેની પાસે જ છે. પાંચ તત્ત્વો થકી શરીરમાં 5×5 = કુલ 25 કાર્યો સંપન્ન થાય છે.

પાંચ ઇન્દ્રિયો પર અંકુશ આવે તો આપમેળે 25 કાર્યોનું નિયંત્રણ શક્ય બને છે. આથી ‘પંચ માર, પચીસ વ્રજકર…’નો ઉપદેશ કરવામાં આવ્યો છે. દરેક ધર્મમાં સંયમ – સંવેદના મહત્ત્વના છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)






